Mumbai Rains: આ વિસ્તારોમાં IMDનું ઑરેન્જ અલર્ટ, જાણો અઠવાડિયાનું હવામાન

05 July, 2023 06:25 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગ (Indian Meteorology Department)એ બુધવાર માટે ઑરેન્જ અલર્ટ (Wednesday Orange Alert) જાહેર કર્યું છે, મહાનગરમાં કેટલાક સ્થાને આજે ભારેથી ભારે વરસાદની પણ આગાહી કરી છે.

ફાઈલ તસવીર

મૉનસૂન (Mumbai Monsoon) સંપૂર્ણ રીતે એક્ટિવ થઈ ગયું છે અને મુંબઈમાં વરસાદનો (Mumbai Rains) સિલસિલો ચાલુ છે. મુંબઈના (Mumbai) કેટલાક વિસ્તારમાં આજે 5 જુલાઈના રોજ ખાસ્સો વરસાદ પડ્યો છે. જ્યારે ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગ (Indian Meteorology Department)એ બુધવાર માટે ઑરેન્જ અલર્ટ (Wednesday Orange Alert) જાહેર કર્યું છે, મહાનગરમાં કેટલાક સ્થાને આજે ભારેથી ભારે વરસાદની પણ આગાહી કરી છે.

ભારતીય હવામાન વિભાગે (Indian Meteorology Department) જાહેર કર્યું ઑરેન્જ અલર્ટ (Orange Alert)
મંગળવારે રાતથી જ મુંબઈના (Mumbai) મોટાભાગના વિસ્તારોમાં વરસાદની (Mumbai rains) તીવ્રતા ઘટી ગઈ છે અને બુધવારે સવારે શહેર અને ઉપનગરોના કેટલાક ભાગમાં સામાન્ય વરસાદ પડ્યો. જો કે, મંગળવારે સાંજે અપડેટ કરવામાં આવેલા પોતાના `જિલ્લા પૂર્વાનુમાન અને ચેતવણીઓ`માં આઈએમડી મુંબઈએ એક `ઑરેન્જ` અલર્ટ જાહેર કર્યું છે. જેમાં બુધવારે અહીં કેટલાક સ્થળે ભારે વરસાદની શક્યતા બતાવવામાં આવી છે.

સિવિક અધિકારીએ કહ્યું કે આઈએમડી (IMD) મુંબઈએ (Mumbai) પોતાના નિયમિત બુલેટિનમાં આગામી 24 કલાકમાં શહેર અને ઉપનગરોમાં મધ્યમથી ભારે વરસાદ અને અલગ-અલગ સ્થળે ખૂબ જ વધારે વરસાદની (Rain Forecast) શક્યતા જાહેર કરી છે. તો, અધિકારીએ જણાવ્યું કે બુધવારે રોડ આવાગમન સામાન્ય રહ્યું કારણકે શહેરમાં ક્યાંય પણ જળજમાવ નથી થયું. 

બસ-રેલ સેવા સામાન્ય
અધિકારીઓએ કહ્યું કે મધ્ય રેલવે (Central Railway) અને પશ્ચિમ રેલવે (Western Railway) બન્ને કૉરિડોર પર લોકલ ટ્રેનો (Mumbai Local Train) સામાન્ય રૂપે ચાલી રહી છે. પણ કેટલાક પ્રવાસીઓએ દાવો કર્યો છે કે ઉપનગરીય સેવાઓ 10થી 15 મિનિટ મોડી ચાલી રહી છે અને બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપૉર્ટ (બેસ્ટ) ઉપક્રમના એક અધિકારીએ કહ્યું કે તેમની બસ સેવાઓ સામાન્ય છે અને કોઈ માર્ગ પરિવર્તન કરવામાં આવ્યા નથી.

આ અઠવાડિયે કેવું રહેશે વાતાવરણ
આખા અઠવાડિયાની વાત કરીએ તો આઈએમડીએ 7 જુલાઈ સુધી મુંબઈના (Mumbai) અનેક વિસ્તારો (વર્લી, પવઈ, કોલાબા)માં ભારે વરસાદની શક્યતા દર્શાવી છે. 8 જુલાઈના મધ્યમ વરસાદ અને ત્યાર બાદ સામાન્ય વરસાદની શક્યતા છે. તો, મુંબઈના બોરીવલી (Borivali), ચેમ્બૂર (Chembur), મુલુંડ (Mulund) અને સાંતાક્રૂઝમાં (Santacruz) 6 જુલાઈ સુધી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. આના બે દિસ સુધી એટલે કે 9 જુલાઈ સુધી સામાન્ય વરસાદ અને પછી 10 જુલાઈ સુધી હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.

જણાવવાનું કે આઈએમડી હવામાનની ચેતવણી માટે ચાર કલર કોડનો ઉપયોગ કરે છે. `ગ્રીન` (Green) (કોઈ કાર્યવાહીની જરૂર નથી), `પીળું` (Yellow) (જુઓ અને અપડેટેડ રહો), `નારંગી (ઑરેન્જ)` (Orange) (તૈયાર રહો) અને `લાલ` (Red Alert) (કાર્યવાહી કરો).

indian meteorological department mumbai rains mumbai weather mumbai local train central railway western railway mumbai transport