30 December, 2024 12:26 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રેલવે-સ્ટેશનો પર ૨૦૨૭ સુધીમાંવધુ ૧૧૯ લિફ્ટ અને ૧૮૩ એસ્કેલેટર ઇન્સ્ટૉલ કરવાનો નિર્ણય
મુંબઈ રેલ વિકાસ કૉર્પોરેશન (MRVC)એ મુંબઈ મેટ્રોપૉલિટન રીજન (MMR)માં આવેલાં વેસ્ટર્ન અને સેન્ટ્રલ રેલવેનાં વિવિધ સબર્બન રેલવે-સ્ટેશનો પર ૨૦૨૭ સુધીમાંવધુ ૧૧૯ લિફ્ટ અને ૧૮૩ એસ્કેલેટર ઇન્સ્ટૉલ કરવાનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી વિવિધ રેલવે-સ્ટેશનો પર ૨૦૦ એસ્કેલેટર્સ અને ૧૦૦ લિફ્ટ ઇન્સ્ટૉલ કરવામાં આવ્યાં છે. આગામી બે વર્ષમાં લિફ્ટ અને એસ્કેલેટર્સની સંખ્યા ડબલ થવાથી મુંબઈગરાઓને રેલવેના ફુટ ઓવર બ્રિજ ચડવામાં રાહત મળશે.