Mumbai-Pune Trains : 28થી 30 જૂન દરમિયાન મુંબઈ-પૂણે રુટની અનેક ટ્રેનો રદ, જાણો કારણ અને લિસ્ટ

22 June, 2024 02:35 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Mumbai-Pune Trains: પુણે ડિવિઝનના દોન્ડ-મનમાડ સેક્શન પર બ્લોકને કારણે પૂણે-CSMT-પૂણે ઇન્ટરસિટી એક્સપ્રેસ અને ડેક્કન એક્સપ્રેસ વચ્ચેની અનેક ટ્રેનો રદ

ટ્રેનની પ્રતીકાત્મક તસવીર

પૂણે-મુંબઈ (Mumbai-Pune Trains)નો પ્રવાસ કરનારા લોકો માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. અત્યારે સેન્ટ્રલ રેલવેના પુણે ડિવિઝનના વિભાગમાં કામગીરી કરવાનું નક્કી કરાયું હોઈ કૂળ આઠ જેટલી ટ્રેનો રદ કરવામાં આવી છે. 

કયા વિભાગમાં કામગીરી હાથ ધરવામાં આવનાર છે?

તમને જણાવી દઈએ કે દોન્ડ-મનમાડ વિભાગમાં પુનતામ્બા-કાન્હેગાંવ વચ્ચે ડબલિંગ કામ કરવાની આવશ્યકતા જણાઈ આવી છે. આ જ કામ હાથ ધરવામાં આવનાર હોવાથી 28મી જૂનથી લઈને ૩0 જૂન સુધી પુણે અને મુંબઈ વચ્ચેની કુલ આઠ ટ્રેનો (Mumbai-Pune Trains) કેન્સલ કરવામાં આવી છે.

સત્તાવાર નિવેદન કરવામાં આવ્યું છે. 

એક્સ પર સત્તાવાર રીતે જણાવવામાં આવ્યું છે કે પુણે ડિવિઝનના દોન્ડ-મનમાડ સેક્શન પર બ્લોકને કારણે પૂણે-CSMT-પૂણે ઇન્ટરસિટી એક્સપ્રેસ અને ડેક્કન એક્સપ્રેસ વચ્ચેની અનેક ટ્રેનો રદ કરવામાં આવી છે.

આ ટ્રેનો કેન્સલ કરવામાં આવી છે, બરાબર નોંધી લો નામ 

જે આઠ ટ્રેનો (Mumbai-Pune Trains) કેન્સલ કરવામાં આવી છે તે ટ્રેનો નીછે મુજબ છે. 28 જૂને પુણે-CSMT ઇન્ટરસિટી એક્સપ્રેસ (12128), 29 જૂને CSMT-પુણે ડેક્કન એક્સપ્રેસ (11007), 29 જૂને પુણે-CSMT ડેક્કન એક્સપ્રેસ (11008), 29 જૂને CSMT-પુણે ઇન્ટરસિટી એક્સપ્રેસ (12127), પુણે-CSMT ઇન્ટરસિટી એક્સપ્રેસ (12128), તો 30 જૂને CSMT-પુણે ડેક્કન એક્સપ્રેસ (11007), પુણે-CSMT ડેક્કન એક્સપ્રેસ (11008) અને CSMT-પુણે ઇન્ટરસિટી એક્સપ્રેસ (12127)ને રદ કરવામાં આવી છે.

મધ્ય રેલવેએ શું જણાવ્યું છે આ મુદ્દે?

સેન્ટ્રલ રેલવે તરફથી કહેવામાં આવ્યું છે કે "કાન્હેગાંવ અને પુનતામ્બા વચ્ચે માળખાકીય સુવિધાઓમાં જરૂરી સુધારકામ કરવાને અર્થે સેક્શનના ડબલિંગ કામકાજ માટેની તૈયારીના ભાગરૂપે આ નિર્ણય (Mumbai-Pune Trains) લેવામાં આવ્યો છે. આ સાથે જ નિવેદનમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે દોન્ડ-મનમાડ સેક્શન વચ્ચે જે મેલ એક્સપ્રેસ ટ્રેનોને દોડે છે તેને પુણે-લોનાવાલા-કલ્યાણ-ઇગતપુરીથી ડાયવર્ટ કરવામાં આવી છે. પુણે-લોનાવાલા સેક્શનમાં માર્ગ સંતૃપ્ત થવાને કારણે પુણે અને મુંબઈ વચ્ચે ચાલતી ટ્રેનોને આ વિભાગો રસ્તો કરી આપવા અને કામમાં કોઈ અડચણ ન આવે તે માટે રદ કરવામાં આવી છે. આ માટે રેલવે પ્રશાસને પ્રવાસીઓને તેઓનો પ્રવાસ આ રદ ટ્રેનોના લિસ્ટને જોઈને કરવા વિનંતી સાથે ખેદ પણ વ્યક્ત કર્યો છે.

કેટલીક લોંગ-ડિસટેન્સ ટ્રેનોને પણ રદ કરવામાં આવી છે 

આ સાથે પુણે જતી અને જતી કેટલીક લાંબા અંતરની ટ્રેનોને પણ કેન્સલ કરવામાં આવી છે. જો આ ટ્રેનોની વાત કરવામાં આવે તો તેમાં 23 જૂને જબલપુર-પુણે સ્પેશિયલ (02132) ટ્રેન તેમ જ 24 જૂને પુણે-જબલપુર સ્પેશિયલ (02131) અને 26 જૂને વિરાંગના લક્ષ્મીબાઈ ઝાંસી જંકશન-પુણે સ્પેશિયલ (01922) અને જૂન 27ના રોજ દોડનારી પૂણે-વિરાંગના લક્ષ્મીબાઈ ઝાંસી ટ્રેનનો પણ સમાવેશ થાય છે.

mumbai mumbai news pune pune news central railway chhatrapati shivaji terminus