04 March, 2025 07:05 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રક્તચંદન ભરેલા ટ્રેલરને પોલીસે મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર ઉર્સે ટોલનાકા પાસે ઝડપી લીધું
કર્ણાટકના બૅન્ગલોરથી જવાહરલાલ નેહરુ પોર્ટ પર જઈ રહેલા રક્તચંદન ભરેલા ટ્રેલરને પોલીસે મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર ઉર્સે ટોલનાકા પાસે ઝડપી લીધું હતું. આ ટ્રેલરમાં પોલીસને ૧૦ કરોડ રૂપિયાનું રક્તચંદન મળી આવ્યું હતું જે જપ્ત કરવામાં આવ્યું છે. પોલીસે ડ્રાઇવરને ઝડપી લીધો છે. જોકે એની પાછળનો ‘પુષ્પા’ કોણ છે એની પોલીસ શોધ ચલાવી રહી છે.