Mumbai-Pune Expressway Accident: ટ્રકની બે વાહનો સાથે દર્દનાક ટક્કર, 3નાં મોત, 8 લોકો ઘાયલ

10 May, 2024 10:19 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Mumbai-Pune Expressway Accident: એક કાર અને એક ચિકન લઈ જતો ટેમ્પો સાથે ટક્કર બાદ આ અકસ્માત સર્જાયો હતો. આ ઘટના સવારે 4 વાગ્યાની આસપાસ બની હતી.

અકસ્માતની પ્રતીકાત્મક તસવીર

મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર અવારનવાર બિશન અકસ્માત (Mumbai-Pune Expressway Accident)ના સમાચાર સામે આવતા હોય છે. આ વચ્ચે ફરી એકવાર ખોપોલી પાસે એક ભયાનક અકસ્માત થયો હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. એવું કહેવાઈ રહ્યું છે કે બ્રેક ફેઈલ થવાને કારણે એક ટ્રકે ટેમ્પો અને તેની સામેથી આવનારી કારને જોરદાર ટક્કર મારી હતી. 

કેટલા વાગ્યે બની આ દુર્ઘટના?

પ્રાપ્ત માહિતી અનુસાર મુંબઈ-પુણે એક્સપ્રેસવે પરથી પસાર થઈ રહેલ એક ટ્રકે બ્રેક ફેઈલ થવાને કારણે કાબૂ ગુમાવ્યો અને બે વાહનોને ટક્કર (Mumbai-Pune Expressway Accident) મારી હતી. જેમાં એક કાર અને એક ચિકન લઈ જતો ટેમ્પો હતો. આ રીતે ટક્કર બાદ આ અકસ્માત સર્જાયો હતો. આ ઘટના સવારે 4 વાગ્યાની આસપાસ બની હતી.

આ ભીષણ અકસ્માતમાં ટ્રક ચાલક સહિત આટલાં લોકોના મોત 

તમને જણાવી દઈએ કે પુણે-મુંબઈ એક્સપ્રેસ વે પર થયેલા આ ભયાનક અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે. આ સાથે જ 8 લોકોને ગંભીર ઇજાઓ પહોંચતા ઘાયલ થયા છે. આ અકસ્માત પુણેથી મુંબઈ જતી લેન પર થયો છે. પ્રાથમિક માહિતી અનુસાર તો આ અકસ્માત ટ્રકની બ્રેક ફેઈલ થવાને કારણે ડ્રાઈવરે ટ્રક પરનો કાબુ ગુમાવી દીધો હોવાને કારણે બન્યો છે. 
પ્રાપ્ત માહિતી અનુસાર ચિકન લઈ જતા એક ટેમ્પો અને એક કાર સાથે જોરદાર ટક્કર થઈ હતી. આ ટ્રકની ટક્કરથી ભયાનક અકસ્માત સર્જાયો હતો.

કુલ કેટલા લોકોને આ અકસ્માતમાં ગંભીર ઇજાઓ પહોંચી છે?

તમને જણાવી દઈએ કે ટ્રકની ટક્કર (Mumbai-Pune Expressway Accident) એટલી જોરદાર હતી કે ઓમ્ની કારમાં જે 2 લોકો સવાર થઈ રહ્યા હતા તે બંનેના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. વળી આ કારમાં સવાર 3 લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા હતા. જોકે, અકસ્માતમાં બ્રેક ફેઈલ થતા ટ્રકના ડ્રાઈવરનું પણ મોત નીપજ્યું હતું. 

ટ્રકમાં સવાર બે લોકોને પણ ઇજાઓ થઈ હતી. ટ્રકની ટક્કરથી 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ રીતે આ ભીષણ અને દર્દનાક અકસ્માતમાં કુલ 8 લોકો ઘાયલ થયા હોવાની માહિતી મળી રહી છે. અત્યારે ઘાયલોને પનવેલની એમજીએમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે ત્યાં તમામની સારવાર ચાલી રહી છે.

ટ્રાફિકને પણ અસર થઈ હતી, બચાવ કામગીરી ચાલી રહી છે 

આ રીતે ભીષણ અકસ્માત (Mumbai-Pune Expressway Accident) થતાંની સાથે જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસ ટીમ દ્વારા આ મામલે બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ સાથે જ જણાવ્યું એમ ઘાયલોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. આ રીતે અકસ્માત થવાને કારણે મુંબઈ-પૂણે એક્સપ્રેસ વે પર ટ્રાફિક પણ જેમ થઈ ગયો હતો. જોકે, બચાવ ટીમ દ્વારા અકસ્માતગ્રસ્ત વાહનોને હટાવીને ટ્રાફિકને ફરી સુગમ કરવામાં આવ્યો હોવાની પણ માહિતી સામે આવી છે.

mumbai news mumbai mumbai pune expressway road accident khopoli