19 May, 2023 06:03 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
Mumbai : કાળઝાળ ગરમી વચ્ચે, મુંબઈના અનેક વિસ્તારોમાં લોકો 19મેના રોજ વીજકાપનો સામનો કરી રહ્યા છે, જેના થકી નાગરિકોને અનેક મુશ્કેલીઓ નડી રહી છે, કેટલાક લોકોએ ટ્વિટર પર અધિકારીઓને આ આકરા તાપમાં ભરબપોરે વીજકાપનું કારણ પૂછ્યું છે. આ વીજકાપનું કારણ ટ્રાન્સફૉર્મરમાં ટેક્નિકલ ખામી આવી છે એવું કહેવામાં આવી રહ્યું છે. એક ન્યૂઝ એજન્સી પ્રમાણે લોકો મુંબઈના અપસ્કેલ વિસ્તારોમાં પણ વીજકાપનો સામનો કરી રહ્યો હોવાનો રિપૉર્ટ સામે આવ્યો છે.
ટ્વિટર યૂઝર્સે શૅર કરી ફરિયાદો
એક ટ્વિટર યૂઝરે ફરિયાદ કરતા ટ્વીટ કર્યું છે કે, "શું થઈ રહ્યું છે બૃહ્ન્મુંબઈ વિદ્યુત પૂરવઠો અને પરિવહન? મુંબઈમાં કલાકો સુધી બત્તી ગુલ રહે છે? વીજકાપ રહે છે, વીજ પુરવઠો ખોરવાય છે? સમાધાન વિશે કોઈ માહિકી નથી."
આ પણ વાંચો : હિંડનબર્ગ કેસ: SC એક્સપર્ટ કમિટીએ અદાણી ગ્રુપને આપી ક્લિન ચિટ
જ્યારે એક અન્ય યૂઝરે કહ્યું કે તેણે ગઈકાલે રાતે 22, ભૂલાભાઈ દેસાઈ રોડ, મુંબઈમાં વીજકાપનો સામનો કર્યો હતો. તેણે લખ્યું, "શું હું ભૂલ જાણી શકું છું, કારણકે હવામાન ખૂબ જ ગરમ છે, અને અમે વીજપૂરવઠા વગર 3 કલાકથી વધારે સમય સુધી કામ નહીં કરી શકીએ."