ભીંડીબજારમાં બિલ્ડિંગ તૂટી પડ્યું, કોઈ જાનહાનિ નહીં

14 December, 2024 08:15 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભીંડીબજારની ટનટનપુરા સ્ટ્રીટમાં આવેલું ચાર માળનું હુસૈનીબાઈ બિલ્ડિંગ ગુરુવારે રાતે ૧૨.૦૬ વાગ્યે તૂટી પડ્યું હતું

ભીંડીબજારની એક જૂની ઇમારત ગુરુવારે મધરાત બાદ તરત જ તૂટી પડી

ભીંડીબજારની એક જૂની ઇમારત ગુરુવારે મધરાત બાદ તરત જ તૂટી પડી હતી. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના જણાવ્યા અનુસાર ભીંડીબજારની ટનટનપુરા સ્ટ્રીટમાં આવેલું ચાર માળનું હુસૈનીબાઈ બિલ્ડિંગ ગુરુવારે રાતે ૧૨.૦૬ વાગ્યે તૂટી પડ્યું હતું. જોકે એ બિલ્ડિંગ જર્જરિત થઈ ગયું હોવાથી ખાલી કરાવી દેવામાં આવ્યું હતું એટલે એમાં કોઈ રહેતું નહોતું. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી કે ઘાયલ પણ થયું નથી.

bhendi bazaar brihanmumbai municipal corporation news mumbai mumbai news