23 June, 2023 11:23 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
કેન્દ્ર સરકારની એડવાઈઝરીના આધારે મુંબઈ પોલીસ નાગરિકોને ‘વોટ્સએપ પિંક’ નામના નવા હોક્સ વિશે ચેતવણી આપી રહી છે. આ એડવાઈઝરી અનુસાર લોકપ્રિય મેસેજિંગ સર્વિસ સોફ્ટવેર `ન્યૂ પિંક લુક વોટ્સએપ વિથ એક્સ્ટ્રા ફીચર્સ` (New Pink Look Whatsapp with extra Features) દ્વારા કોઈપણ વ્યક્તિનો મોબાઈલ હેક કરી શકાય છે.
એક અગ્રણી સમાચાર સાઇટપર પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ સલાહકારો જણાવે છે કે, “છેતરપિંડી કરનારાઓ સાયબર છેતરપિંડી કરવા માટે તેમના વેબમાં ભલભલા વપરાશકર્તાઓને આકર્ષવા માટે વિવિધ પ્રકારની નવી યુક્તિઓ અને પદ્ધતિઓ અજમાવતા હોય છે. માટે જ વપરાશકર્તાઓ માટે ખૂબ જ જરૂરૂ ક્ષહે કે તેઓ આવી છેતરપિંડીથી સજાગ, સતર્ક અને સાવચેત રહે. ઉપરાંત ડિજિટલ વિશ્વમાં સુરક્ષિત બની રહે.”
એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે, “કોઈપણ વ્યક્તિ એન્ડ્રોઈડ યુઝરને નકલી લિંક મોકલે છે. લિંક પર ક્લિક કરતાંની સાથે જ મોબાઇલ ફોનમાં એક સોફ્ટવેર ઇન્સ્ટોલ થઈ જાય છે. જેને કારણે યુઝરનો ફોન ઇન્ફેકટેડ થઈ શકે છે. અને તે એવા લોકોના મોબાઈલને પણ ઇન્ફેકટ કરે છે જેઓ વોટ્સએપ પર અન્ય યુઝરનો સંપર્ક કરે છે. આ સૉફ્ટવેર અજાણતાં વપરાશકર્તા દ્વારા ઇન્સ્ટોલ કરેલું હોય છે તે તેમને ઘણી જાહેરાતોથી પરેશાન કરી શકે છે. નકલી એપ્સ ઇન્સ્ટોલ કરનારા વપરાશકર્તાઓ તેમના મોબાઇલ પરનું નિયંત્રણ પણ ગુમાવી શકે છે. ઉપરાંત તેમનો મોબાઇલ હેક થઈ શકે છે. સાથે તેમના મહત્વપૂર્ણ વ્યક્તિગત ડેટા જેમ કે ફોટો, OTP, સંપર્ક નંબર વગેરે છેતરપિંડી કરનારાઓ દ્વારા એક્સેસ કરવામાં આવી શકે છે.
મુંબઈ પોલીસની એડવાઈઝરીમાં ખાસ જણાવવામાં આવ્યું છે કે, "તમારા મોબાઈલ પર ડાઉનલોડ કરેલ નકલી એપને તાત્કાલિક અનઈન્સ્ટોલ કરો. યોગ્ય વેરિફિકેશન/ઓથેન્ટિકેશન વગર અજાણ્યા સ્ત્રોતોમાંથી મળેલી લિંક પર ક્યારેય ક્લિક કરશો નહીં. હંમેશા Google/iOS સ્ટોર અથવા માન્ય વેબસાઈટ અથવા ઓફિશિયલ એપ સ્ટોર દ્વારા જ એપ ઈન્સ્ટોલ કરો. ઉપરાંત તેમાં એ પણ જણાવાયું છે કે, આવી લિંક અથવા મેસેજને અન્ય લોકોને ફોરવર્ડ કરવી નહીં. તમારી અંગત વિગતો અથવા નાણાકીય માહિતી જેમ કે લોગિન ઓળખપત્ર/પાસવર્ડ/ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડની માહિતી અને આવી અન્ય માહિતી ઓનલાઈન કોઈપણ સાથે શેર કરવી નહિ, કારણ કે તેનો દુરુપયોગ થઈ શકે છે. સાયબર દ્વારા થતી આવી છેતરપિંડી વિશે સાવચેત રહો. સાયબર છેતરપિંડી કરનારાઓની પ્રવૃત્તિઓ પરની અપડેટ્સ પર હંમેશા નજર રાખવી ખૂબ જ જરૂરી છે.”
કોન્ટેક્ટ નંબર યુઝરના મોબાઈલમાં સેવ કરેલા ફોટાનો દુરુપયોગ, પૈસાની લેવડદેવડ, યુઝરના ઓળખપત્રનો દુરુપયોગ, સ્પામ અને મોબાઈલ પર નિયંત્રણ વગેરે મુશ્કેલીઓનો સામનો યુઝરને કરવો પડી શકે છે.