25 December, 2022 02:55 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
આજકાલના આ ડિજિટલ યુગમાં મોટાભાગના કામ ઑનલાઈન થવા માંડ્યા છે. આથી લોકોને અનેક પ્રકારની સુવિધાઓ મળી છે. પણ જેટલી સુવિધાઓ મળી છે. એટલું જોખમ પણ વધ્યું છે. ઑનલાઈન પૈસાની લેવડ-દેવડમાં પણ જોખમ વધી ગયું છે. એવામાં મુંબઈ પોલીસે એક મોટી સાઈબર ઠગીને અટકાવવામાં સફળતા હાંસલ કરી છે. મેન ઈન દ મિડલ અટેક (Man in the middle attack) જેવા સાઈબર ફ્રૉડ (Cyber Crime)ને મુંબઈ પોલીસે નિષ્ફળ કરી દીધો છે. પોલીસે 44.43 લાખ રૂપિયાના ઑનલાઈ બેન્કિંગ ટ્રાન્ઝેક્શન (Online Banking Transection)ને અટકાવી દીધો છે. જેથી એક ઠગીથી બચી ગઈ.
એક અધિકારીએ જણાવ્યું Man in the middle attack એક પ્રકારનું સાઈબર ક્રાઈમ છે. જ્યાં એક દગાખોર બે પક્ષો વચ્ચેના ઑનલાઈન મેસેજ (જેમ કે ઈમેલ)ને ઈન્ટરસેપ્ટ કરે છે અને રિપ્લાય કરે છે. આ દરમિયાન એવું લાગે છે કે તે એક બીજાથી સાથે સીધું વાતચીત કરી રહ્યા છે.
ક્રાઈમ બ્રાન્ચને મળી સફળતા
ક્રાઈમ બ્રાન્ચ (Crime Branch)એ એક અધિકારીએ કહ્યું કે સાઈબર ક્રાઈમ મુંબઈના એક કાપડ કંપનીના ડાયરેક્ટર અને તેના પાર્ટનર કંપનીની વચ્ચે થતી વાતચીતમાં એન્ટ્રી કરી છે. તેમણે કહ્યું કે અજ્ઞાત ષડયંત્રખોરે નેટ બેન્કિંગ દ્વારા ખોટા બેન્ક અકાઉન્ટ ડિટેલ શૅર કરી દીધી. જેના પર 44.43 લાખ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા. જો કે, કંપનીના ડિરેક્ટરને ખબર પડી છે કે અકાઉન્ટ નંબર ખોટા હતા. જેના પછી તેમણે સાઈબર પોલીસની 1930 હેલ્પલાઈનને અલર્ટ કરી દીધી છે. જેથી પોલીસ સતર્ક થઈ ગઈ છે. ઠગી કરવામાં આવતા લાખો રૂપિયા બચી ગયા.
એવા પોલીસને મળી સફળતા
ક્રાઈમ બ્રાન્ચના અધિકારીએ આગળ જણાવ્યું કે સાઈબર પોલીસે બેન્ક સાથે સંપર્ક કર્યો અને લેવડ-દેવડ અટકાવી દીધી. આવું ત્યારે જ શક્ય થયું જ્યારે પીડિત સમય ગુમાવ્યા વગર પોલીસનો સંપર્ક કર્યો. જણાવવાનું હાલ સાઈબર ક્રાઈમ ઝડપથી વધી રહ્યા છે. તો અનેક અવસરે પોલીસની દખલથી સાઇબર ફ્રૉડ પર રોક પણ મૂકાઈ છે.
આ પણ વાંચો : ૮૦ વર્ષના સિનિયર સિટિઝન થયા સાઇબર ફ્રૉડનો શિકાર
થાણે પોલીસે ઑનલાઈન ક્રાઈમ કરવાનારની કરી ધરપકડ
તાજેતરમાં મહારાષ્ટ્રના ઠાણે જિલ્લાની માનપાડડા પોલીસે ઑનલાઈ ઠગી કરનારા ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આરોપી બજાજ ફાઈનાન્સને ફોન કરીને લોકોની ડુપ્લિકેટ ઋણ બતાવીને ઠગી કરવામાં સામેલ હતા. પોલીસે તેમની પાસેથી 9 લાખ રૂપિયાનો સામાન અને રોકડ જપ્ત કરી. આરોપીઓની ઓળખ દિલ્હી રહેવાસી નમન સંજય ગુપ્તા (22), આકાશ કુમાર સુનીલ ચંદવાની (28) અને ઋષિ દીપકુમાર સિંહ (28) તરીકે થઈ છે.