Mumbai Police: ગેટ વે ઑફ ઈન્ડિયા પર પકડાઈ શંકાસ્પદ બૉટ, ક્યાંથી આવી ને કોણ છે એમાં?

07 February, 2024 09:17 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Mumbai Police: ગેટવે ઑફ ઈન્ડિયા પાસે અરબી સમુદ્રમાં કુવૈતથી આવેલી એક બોટને અટકાવી દેવામાં આવી હતી. ત્રણ વ્યક્તિઓ તમિલનાડુના છે.

મળી આવેલી શંકાસ્પદ બૉટ

મુંબઈ પોલીસ (Mumbai Police)ની પેટ્રોલિંગ ટીમે મંગળવારે સાંજે મહત્વની અપડેટ આપી હતી. પ્રાપ્ત અહેવાલો અનુસાર ગેટવે ઑફ ઈન્ડિયા પાસે અરબી સમુદ્રમાં કુવૈતથી આવેલી એક બોટને અટકાવી દેવામાં આવી હતી. 

તમને જણાવી દઈએ કે પોલીસે બોટને ત્રણ લોકો સાથે અટકાવ્યા બાદ તપાસ પણ શરૂ કરી દીધી હતી. પ્રાપ્ત અહેવાલો અનુસાર બોટમાંથી કંઈપણ શંકાસ્પદ મળ્યું નથી. એન્ટની, નિદિસો ડીટો અને વિજય એન્ટની તરીકે ઓળખાતા ત્રણ વ્યક્તિઓ તમિલનાડુના કન્યાકુમારી જિલ્લાના વતની માનવામાં આવી રહ્યા છે. 

શંકાસ્પદોને કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે

આ ત્રણેય હાલમાં કોલાબા પોલીસ સ્ટેશનમાં પોલીસ કસ્ટડી (Mumbai Police)માં રાખવામાં આવ્યા છે. હજુ સુધી કોઈ FIR દાખલ કરવામાં આવી નથી.

શું કહી રહ્યા છે આ ત્રણેય શંકાસ્પદો?

તમને જણાવી દઈએ કે આ ત્રણેય એક માછીમારી કંપનીમાં કામ કરતા હતા અને કથિત રીતે તેમના એમ્પ્લોયર દ્વારા ત્રાસ અને શોષણનો સામનો કરવો પડ્યો હતો. 

એવી પણ માહિતી સામે આવી છે કે તેઓ કઠોર કામ કરવાની પરિસ્થિતિઓ સાથે બાકી લેણાં અને પગારની ચૂકવણી ન થવાની સમસ્યાથી તેઓએ તેના માલિક પાસેથી બોટ ચોરાઈ હોવાનો દાવો કર્યો હતો. માછીમારોએ એમ પણ જણાવ્યું હતું કે તેમના પાસપોર્ટ જપ્ત કરવામાં આવ્યા છે. આ જ કારણોસર તેમની પાસે તેમના એમ્પ્લોયરના જહાજની ચોરી કરવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નહોતો. 

શું છે આ પાછળનું કારણ?

Mumbai Police: પ્રાપ્ત માહિતી અનુસાર ત્રણેય શખ્સો છેલ્લા બે વર્ષથી કુવૈતમાં કામ કરી રહ્યા હતા. જો કે, જે એજન્ટ તેમને કુવૈત લઈ ગયો હતો તેણે તેમના કામના પૈસા ચૂકવ્યા ન હતા અને તેમની સાથે ખરાબ વર્તન કર્યું હતું. આથી, તેઓએ બોટ લઈને ભાગી જવાનું નક્કી કર્યું અને મુંબઈ આવ્યા છે.

હાલમાં તો જે કુવૈતી બોટને ઝડપી લેવામાં આવી છે તે ગેટવે ઓફ ઈન્ડિયા પર સુરક્ષિત રીતે ડોક કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર સત્તાવાળાઓ અરબી સમુદ્ર દ્વારા ભારતીય જળસીમામાં તેના પ્રવેશની આસપાસના સંજોગોની તપાસ કરી રહ્યા છે.

જ્યારે આ રીતે બોટ મળી આવી છે ત્યારે ફરી એકવાર 26/11ના આતંકવાદી હુમલાની યાદો તાજી જાય છે. આ મામલો ખરેખર ગંભીર હોવાથી ભારતીય નેવી, કોસ્ટ ગાર્ડ અને કોસ્ટલ પોલીસની સંયુક્ત ટીમે શંકાસ્પદ રીતે મળેલી આ બોટની તપાસ હાથ ધરી હતી.

ક્યાંથી આવી આ બોટ અને શું નામ છે?

ગેટવે ઓફ ઈન્ડિયા (Mumbai Police) પાસે ‘અબ્દુલ્લા શરીફ’ નામની શંકાસ્પદ બોટ મળી આવી અને આ બોટમાં ત્રણ લોકો સવાર હતા એવી પ્રાથમિક માહિતી હાલ તો મળી છે. આ બોટ કુવૈતથી આવી હોવાની માહિતી મળતા જ તેને જપ્ત કરવામાં આવી છે.

mumbai news mumbai gateway of india mumbai police kuwait tamil nadu