Mumbai Policeએ શૅર કર્યો `ખલી`નો વીડિયો, જોઈને હેલમેટ બરાબર પહેરશો!

04 August, 2021 03:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

"ધ ગ્રેટ ખલી જાણે છે કે યોગ્ય હેલમેટ વગર આ રાઈડ ખાલી આટલી જ દૂર જઈ શકે છે." તેમણે આગળ લખ્યું કે, "તમે હેલમેટ યોગ્ય રીતે પહેર્યા વગર માત્ર ઘરમાં જ ચાલી શકો છો."

ફાઇલ ફોટો

સોશિયલ મીડિયાના વિશ્વમાં મુંબઇ પોલીસની ક્રિએટિવ પોસ્ટ પબ્લિકનું મન જીતી લે છે. આ વખતે Mumbai Policeએ ઇન્સ્ટાગ્રામ પર The Great Khaliનો એક વીડિયો શૅર કર્યો છે. આમાં `મહાબલી ખલી` ઘરમાં હેલમેટ લઈને ચાલે છે, અને પછી એક જગ્યાએ બેસીને તેને પહેરતા દેખાય છે. પણ હેલમેટ તેમના માથામાં ફિટ થઈ શકતો નથી. એમ કહી શકાય કે હેલમેટ `ભીમકાય ખલી` માટે નાનો પડે છે.

ખાલી આટલા દૂર જઈ શકે છે રાઈડ
આ વીડિયો `મુંબઇ પોલીસ`ના ઇન્સ્ટાગ્રામ પેજ પરથી મંગળવારના શૅર કર્યો હતો. આના કૅપ્શનમાં તેમણે લખ્યું, "ધ ગ્રેટ ખલી જાણે છે કે યોગ્ય હેલમેટ વગર આ રાઈડ ખાલી આટલી જ દૂર જઈ શકે છે." તેમણે આગળ લખ્યું કે, "તમે હેલમેટ યોગ્ય રીતે પહેર્યા વગર માત્ર ઘરમાં જ ચાલી શકો છો."

બરાબર રીતે પહેરો હેલમેટ
આ ક્લિપનો ઉદ્દેશ્ય દ્વિચાકી વાહન ચાલકોને આ સમજાવવાનો છે કે હંમેશા ફક્ત હેલમેટ પહેરવું જ સુરક્ષા માટે પૂરતું નથી - એ નક્કી કરવું પણ જરૂરી છે કે હેલમેટ યોગ્ય સાઇઝનું હોય અને યોગ્ય રીતે માથાં પર બંધબેસતું હોય. જણાવવાનું કે શૅર કર્યા બાદ આ વીડિયોને 58 હજારથી વધારે વ્યૂઝ મળી ચૂક્યા છે.

Mumbai mumbai news mumbai police