મુંબઇ પોલીસનો આ વીડિયો જોઇને તમારી આંખ ચોક્કસ ભીની થઇ જશે

06 June, 2021 12:27 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મહાનગરી મુંબઇની ટોચના પોલીસ અધિકારીઓએ 199 પોલીસ કર્મીઓને શ્રધ્ધાંજલી આપી જે કોરોના સામેની લડતમાં લોકોની રક્ષા કરતા કરતાં પોતાનો જીવ આ વાઇરસને કારણે જ ખોઇ બેઠાં. 

ફાઇલ તસવીર

શનિવારે મુંબઇ પોલીસેના ટ્વિટર હેન્ડલ પર એક 53-સેકંડનો વીડિયો રિલીઝ થયો હતો. મહાનગરી મુંબઇની ટોચના પોલીસ અધિકારીઓએ 199 પોલીસ કર્મીઓને શ્રધ્ધાંજલી આપી જે કોરોના સામેની લડતમાં લોકોની રક્ષા કરતા કરતાં પોતાનો જીવ આ વાઇરસને કારણે જ ખોઇ બેઠાં.  આક્રોશને કાબૂમાં રાખવા માટેના મોરચામાં હોવાના સમયે કોવિડ - 19 માં ગબડી ગયેલા દળના 119 જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી.

પ્રવક્તા અને નાયબ પોલીસ કમિશનર એસ ચૈતન્યએ જણાવ્યું હતું કે, "મુંબઇ પોલીસના કુલ 119 કર્મચારીઓએ વાઇરસ સામેની લડતમાં પોતાની ફરજ બજાવતાં બજાવતાં પોતાનો જીવ વાઇરસને કારણે જ ખોયો છે." અત્યાર સુધીમાં કુલ 8902 પોલીસ કર્મીઓને કોરોનાવાઇરસનું સંક્રમણલાગુ પડ્યું છે જેમાંથી 119નાં મોત થયાં છે અને 100ની હજી પણ સારવાર ચાલુ છે. 

આ 53 સેકન્ડનો વીડિયો એ તમામ કર્મચારીઓની તસવીરોનું કોલાજ છે વળી તેમાં વિવિધ ન્યૂઝ પેપર રિપોર્ટ્સ છે જેમાં વાઇરસના ઇન્ફેક્શનના ફેલાવાને કારણે પોલીસ કર્મીઓની જે સ્થિતિ થઇ તેની વાત હોય વળી વીડિયોમાં કઇ રીતે પોલીસ કર્મીઓ પોતાની ફરજ બજાવવામાં જરાય પાછા ન પડ્યાં તેની વાત પણ કરાઇ છે. 

મુંબઇ પોલીસના ટ્વીટમાં લખ્યું હતું કે, "તમને ઘણાં લોકો એવું વચન આપશે કે હું તારે માટે જાન આપવા પણ તૈયાર છું. જો કે અમારામાંના ઘણાંએ એ વચન પાળ્યું પણ. પોતાના કુટુંબો અને પોતાના મુંબઇ માટે શહીદ થનારા તમામને અમે શ્રધ્ધાંજલી આપીએ છીએ." આ ટ્વીટ સાથે  #LestWeForgetMumbai #StayHomeSaveLives #COVID19 હેશટેગ્ઝ હતાં. 

આ વિડીયોને ઢગલો વ્યુઝ મળ્યા હતા અને અનેક લોકોએ તેને રિપોસ્ટ કર્યો હતો. કમિશનર હેમંત નાગરલેએ પણ ખાખીમાં જીવ ગુમાવનારાઓને શ્રધ્ધાંજલી આપતો વીડિયો પોસ્ટ કર્યો હતો.

 

mumbai police mumbai news