મુંબઈમાં ફરી કરવામાં આવશે બૉમ્બધડાકા

19 July, 2023 09:34 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈ પોલીસને બે દિવસમાં ધમકીનો બીજો કૉલ મળ્યો ઃ ઘાટકોપરમાં રહેતી માનસિક રીતે અક્ષમ વ્યક્તિએ ફોન કર્યો હોવાનું જણાયું

પ્રતીકાત્મક તસવીર


મુંબઈ ઃ સોમવાર બાદ મુંબઈ પોલીસના કન્ટ્રોલ રૂમમાં ગઈ કાલે પણ એક કૉલ આવ્યો હતો, જેમાં ફોન કરનારાએ કહ્યું હતું કે મુંબઈમાં બૉમ્બ મૂકવામાં આવ્યા છે. પોલીસે ધમકીનો ફોન કરનારી અજાણી વ્યક્તિની તપાસ કરતાં તે ઘાટકોપરમાં રહેતી માનસિક રીક્ષે અક્ષમ વ્યક્તિ હોવાનું જણાઈ આવ્યું હતું.
સોમવારે ધમકી આપતો ફોન આવ્યા બાદ ગઈ કાલે પણ મુંબઈ પોલીસના કન્ટ્રોલ રૂમમાં મુંબઈમાં બૉમ્બ મૂકવામાં આવ્યા છે અને ૨૬/૧૧ જેવો હુમલો કરવામાં આવશે એવું કહેતો એક ફોન આવ્યો હતો. જોકે પોલીસે કરેલી તપાસમાં આ ફોન બોગસ હોવાનું જણાયું હતું.
મંગળવારે જ મુંબઈ પોલીસના ટ્રાફિક કન્ટ્રોલ રૂમના વૉટ્સઍપ નંબર પર ઉર્દૂ ભાષામાં લખવામાં આવેલા સાત મેસેજ મોકલવામાં આવ્યા હતા. એમાં લખવામાં આવ્યું હતું કે સીમા હૈદરને પાકિસ્તાન પાછી મોકલવામાં નહીં આવે તો વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને જાનથી મારી નાખવામાં આવશે. મુંબઈમાં પણ ફરી ૨૬/૧૧ જેવો આતંકવાદી હુમલો કરવામાં આવશે. આ મેસેજ એક ઇન્ટરનૅશનલ નંબર પરથી આવ્યો હતો.
આથી પોલીસે એને ગંભીરતાથી લીધો હતો અને મેસેજ મોકલનારી અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરવામાં આવી હતી. 

mumbai news mumbai police mumbai