27 February, 2023 11:47 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્ર (Maharashtra) સરકારે હોળી ઉજવવા માટે ગાઈડલાઈન્સ જાહેર કરી છે. હોળીના અવસરે મુંબઈ પોલીસે નિયમોની જાહેરાત કરી છે. આ નિષેધાત્મક આદેશથી સાર્વજનિક સ્થળો પર સાંપ્રદાયિક તાણ પેદા થવા અને સાર્વજનિક શાંતિ ભંગ થવાની શક્યતા છે. (New Holi 2023 Guidelines)
આથી મુંબઈ પોલીસે નવા નિયમોની જાહેરાત કરી છે. જો કે, સાર્વજનિક શાંતિ અને સાર્વજનિક સુરક્ષા જાળવી રાખવા માટે આ પ્રકારના કૃત્યોને અટકાવવા ફરજિયાત માનવામાં આવે છે. (Mumbai Police Precautionary orders for Holi 2023)
શું છે આદેશ?
1. સાર્વજનિક સ્થળે અશ્લીલ શબ્દો, ગીત કે કોઈપણ નારેબાજી કરવી નહીં.
2. રાતે 10 વાગ્યા પહેલા હોલિકા દહન કરી લેવું જરૂરી
3. હોળી દરમિયાન ડીજે પર પ્રતિબંધ
4. ધોરણ 10મા અને 12માની પરીક્ષાઓ શરૂ થવાને કારણે લાઉડસ્પીકરોનો અવાજ વધારતા કાર્યવાહી કરવાામાં આવશે.
5. હોળી ઉજવતી વખતે દારૂ પીવા અથવા અભદ્ર વ્યવહાર કરવા પર કાર્યવાહી કરવામાં આવશે.
6. હોળી રમતી વખતે મહિલાઓ અને છોકરીઓની સુરક્ષાનું ધ્યાન રાખવું જોઈએ.
7. કોઈપણ એવું કામ કે જાહેરાત ન કરવી જેથી કોઈની જાતિ, ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચે.
8. કોઈની ઉપર પાણીના ફુગ્ગા કે જબરજસ્તી રંગવું કે ફેંકવા પર પ્રતિબંધ.
આ પણ વાંચો : પૉર્ન ફિલ્મો બતાવીને કરી અશ્લીલતા, 10 મહિનાના લગ્નજીવનમાં તો પત્નીનો લઈ લીધો જીવ
જો કોઈપણ આદેશનું ઉલ્લંઘન કરે છે અથવા કોઈને આ આદેશ તોડવા માટે ઉકસાવે છે, તેને મહારાષ્ટ્ર પોલીસ અધિનિયમ, 1951ની કલમ 135 હેઠળ દંડિત કરવામાં આવશે.