કમલા મિલ કૉમ્પ્લેક્સના માલિકની છેતરપિંડીના કેસમાં થઈ ધરપકડ

10 July, 2024 03:18 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

EOWના જણાવ્યા અનુસાર સુર​જિત ​સિંહ અરોરા ખારદાંડામાં પ્લૉટ ધરાવતા હતા, જેના પર રમેશ ગોવાણીને મકાન બનાવવું હતું

પ્રતીકાત્મક તસવીર

ઇકૉનૉમિક ઑફેન્સિસ વિંગ (EOW)એ કમલા મિલ કૉમ્પ્લેક્સના માલિક રમેશ ગોવાણીની કરોડો રૂપિયાના છેતરપિંડીના કેસમાં ગઈ કાલે ધરપકડ કરી હતી. રમેશ ગોવાણી સામે આક્ષેપ છે કે તેમણે ખારમાં ફ​રિયાદી પાસેથી મકાન બનાવવા પ્લૉટ લીધો હતો, પણ એની સામે તેને ચૂકવવાના ૬૭.૫૦ કરોડ રૂપિયાની રકમ આપી નહોતી.  

EOWના જણાવ્યા અનુસાર સુર​જિત ​સિંહ અરોરા ખારદાંડામાં પ્લૉટ ધરાવતા હતા, જેના પર રમેશ ગોવાણીને મકાન બનાવવું હતું. ૨૦૧૩માં રમેશ ગોવાણીએ સુર​જિત સિંહનો સંપર્ક કર્યો હતો અને એ પ્લૉટને ડેવલપ કરવા સુર​જિત સિંહને ૬૭.૫૦ કરોડ રૂ​પિયા આપવાનું નક્કી થયું હતું. એ પછી તેમણે કાયદાકીય બાબતો પૂરી કરી હતી અને એ પ્લૉટ પર મકાનનું બાંધકામ ચાલુ કરવામાં આવ્યું હતું. બિલ્ડિંગ બની ગયા બાદ રમેશ ગોવાણીએ તેના ફ્લૅટ વેચી કાઢ્યા હતા, પણ સુરજિત સિંહ અરોરાને તેમનું પેમેન્ટ કર્યું નહોતું. એ રકમમાં કેટલીક રોકડ, કેટલાક ફ્લૅટ અને કેટલીક દુકાનો આપવાનું રમેશ ગોવાણીએ પ્રૉમિસ આપ્યું હતું; પણ તેણે એ પ્રૉમિસ પાળ્યું નહોતું. એથી આ સંદર્ભે સુરજિત સિંહ અરોરાએ EOWમાં ફરિયાદ કરતાં હવે EOWએ રમેશ ગોવાણીની આ કેસમાં ગઈ કાલે ધરપકડ કરી હતી.  

mumbai police kamala mills fire mumbai mumbai news