14 December, 2022 12:43 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
ક્રિસમસ (christmas)ના તહેવારની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. લોકો પોત-પોતાની રીતે તૈયારીમાં લાગી ગયા છે. ત્યારે આ તહેવારને લઈ મુંબઈ (Mumbai)માં ડ્રગ્સ સ્મગલર્સ પણ સક્રિય થઈ ગયા છે. મુંબઈમાં ડ્રગ્સનો નશો કરતા લોકો માટે હેરાફેરી શરૂ થઈ ગઈ છે. મુંબઈ શહેરના પશ્ચિમી ઉપનગરના માલવણી વિસ્તારમાં સ્થાનિક પોલીસે એક 35 વર્ષીય બાઉન્સરને 50 હજારના ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો છે. પોલીસને શંકા છે કે આ ડ્રગ્સનો નવા વર્ષની પાર્ટી માટે ઉપયોગ થવાનો હતો.
જે શખ્સની ધરપકડ કરવામાં આવી છે તે આ ડ્રગ્સ રાજસ્થાનથી મુંબઈ લાવ્યો હતો. આરોપીની ઓળખ સોહેલ અહમદ શેખ તરીકે થઈ છે. પોલીસે આરોપી વિરુદ્ધ કેસ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો:મુંબઈ NCBની મોટી કાર્યવાહી: 20 કરોડનું કોકેઈન જપ્ત, બે મહિલાઓ ઝડપાઈ
પોલીસને બાતમી મળી હતી કે રફીક મેદાન પાસે એક વ્યક્તિ નશાયુક્ત પદાર્થના વેચાણ માટે આવવાનો છે. માહિતી મળ્યા બાદ પોલીસે રફીક મેદાન પાસે પોતાની એક ટીમ તૈનાત કરી. ટીમે છટકું ગોઠવીને આરોપીને રંગે હાથ ઝડપી પાડ્યો. પોલીસ કર્મીઓ રફીક મેદાન પાસે આરોપીની રાહ જોઈને બેઠા હતા એ દરમિયાન જેવો સોહેલ શેખ આવ્યો કે પોલીસે તેને અટકાવ્યો. બાદમાં પોલીસે સોહેલની પૂછપરછ કરી અને બેગની તપાસ કરતા બેગમાંથી 126 ગ્રામ ડ્રગ્સ મળી આવ્યું હતું. જે પોલીસે જપ્ત કરી લીધું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ ડ્રગ્સની કિંમત 50 લાખ રૂપિયા જેટલી છે.
આ પણ વાંચો:તારા પર બળાત્કારનો કેસ કરીશ, આમાંથી જો બચવું હોય તો ૫૦ લાખ રૂપિયા આપ
આરોપી સોહેલ શેખ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ અનુસાર કેસ દાખલ કરવામાં આવ્યો છે. સોહેલને અદાલત સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે તેને પોલીસ કસ્ટડીમાં મોકલ્યો છે. આરોપીએ કહ્યું કે તે બાઉન્સર તરીકે એક કંપનીમાં કામ કરે છે. ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર મહિનામાં મુંબઈમાં ડ્રગ્સની હેરાફેરીનું પ્રમાણ વધી જતું હોય છે. એવામાં NCB દ્વારા તસ્કરો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે.