મુંબઈમાં છોટા રાજન ગૅન્ગનો સભ્ય પકડાયો : તેની પાસેથી દેશી બનાવટની પિસ્તોલ અને લાઇવ રાઉન્ડ મળી આવ્યાં

28 February, 2024 08:24 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચને ચોક્કસ માહિતી મળી હતી કે શ્યામ તાંબે સેન્ટ્રલ મુંબઈમાં વરલીના ​જિજામાતાનગર એરિયામાં આવી રહ્યો છે

છોટા રાજન

મુંબઈ પોલીસે છોટા રાજન ગૅન્ગના એક સભ્યની ધરપકડ કરી છે અને તેની પાસેથી દેશી બનાવટની પિસ્તોલ અને લાઇવ રાઉન્ડ મળી આવ્યાં છે. શ્યામ તાંબે ઉર્ફે સેવિયો રૉડ્રિગ્સ (૪૨ વર્ષ) તરીકે ઓળખ થઈ છે. તેની સોમવારે ધરપકડ કરવામાં આવી હતી.એક પોલીસ અધિકારીએ કહ્યું હતું કે ‘મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચને ચોક્કસ માહિતી મળી હતી કે શ્યામ તાંબે સેન્ટ્રલ મુંબઈમાં વરલીના ​જિજામાતાનગર એરિયામાં આવી રહ્યો છે. એ મુજબ છટકું ગોઠવવામાં આવ્યું હતું અને તેને પકડવામાં આવ્યો હતો. તેના કબજામાંથી દેશી બનાવટની પિસ્તોલ અને ત્રણ લાઇવ રાઉન્ડ મળી આવ્યાં હતાં. વરલી પોલીસ સ્ટેશનમાં આર્મ્સ ઍક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો અને આરોપીની ઔપચારિક રીતે ધરપકડ કરવામાં આવી હતી. તે છોટા રાજન ગૅન્ગનો સક્રિય સભ્ય હતો અને મુંબઈનાં વિવિધ પોલીસ સ્ટેશનોમાં હત્યા, હત્યાનો પ્રયાસ, લૂંટ, ચોરી અને આર્મ્સ ઍક્ટ સહિતના અનેક કેસનો આરોપી હતો.’

mumbai news mumbai chhota rajan