Mumbai Police:  હવે કારમાંથી મળી આવ્યા 3.70 કરોડ કૅશ- કાર અને ડ્રાઈવર બંને પોલીસ સ્ટેશનમાં- તપાસ ચાલુ

09 November, 2024 11:45 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Mumbai Police: નવી મુંબઈના ઐરોલીથી વિક્રમગઢ જઈ રહેલી કારમાંથી રોકડ પૈસા જપ્ત કર્યા હોવાની માહિતી સામે આવી રહી છે

મુંબઈ પોલીસની ફાઇલ તસવીર

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી હવે થોડાક જ દિવસમાં આવી રહી છે ત્યારે મુંબઇ પોલીસ (Mumbai Police) સજ્જ થઈ છે. અનેક ઠેકાણે તપાસ કામગીરી દરમિયાન ચોંકાવનારી વસ્તુઓ સામે આવી રહી છે. ક્યાંક કારમાંથી તો ક્યાંક બેગ માંથી રોકડ રકમ મળી રહી છે.

તાજેતરમાં જ પાલઘરમાં વાડા પોલીસે (Mumbai Police) નવી મુંબઈના ઐરોલીથી વિક્રમગઢ જઈ રહેલી કારમાંથી રોકડ પૈસા જપ્ત કર્યા હોવાની માહિતી સામે આવી રહી છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર રૂ. 3.70 કરોડથી વધુની રોકડ જપ્ત કરવામાં આવી હોવાની માહિતી મળી છે.

અત્યારે જ્યારે મહારાષ્ટ્રમાં આગામી વિધાનસભા ચૂંટણીઓને પગલે આચાર સંહિતા લાગુ કરવામાં આવી છે ત્યારે પોલીસ (Mumbai Police) દ્વારા તપાસ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ જ કામગીરીને ભાગરૂપે હવે પાલઘરમાંથી આ રકમ જપ્ત કરાઈ છે.

કાર અને તેના ડ્રાઈવરને પોલીસ સ્ટેશનમાં લવાયા

તમને જણાવી દઈએ કે વાડા પોલીસ દ્વારા તપાસ કામગીરી દરમિયાન એક કારમાંથી રૂ. 3. 70 કરોડ રકમ મળી આવી હતી. આ રકમ જપ્ત કરી લેવામાં આવી છે. આ સાથે જ કારના ડ્રાઇવર અને કાર એમ બંનેને પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા છે અત્યારે આ મામલે વધુ તપાસ ચાલી રહી છે. 

આ કાર એરોલી, નવી મુંબઈથી વાડાના વિક્રમગઢ તરફ રવાના થઈ રહી હતી તે દરમિયાન જ આ કારને અને તેમાં રહેલ રોકડને જપ્ત કરવામાં આવી છે. આ સાથે જ જાણવા મળ્યું છે કે આ કાર એક કંપનીની છે અને તેઓએ દાવો કર્યો હતો કે રોકડ એટીએમમાં ભરવાના હતા પરંતુ તેમની પાસે આટલી મોટી રકમ માટે જરૂરી દસ્તાવેજો નહોતા. આ જ કારણોસર પોલીસ (Mumbai Police) દ્વારા રોકડ જપ્ત કરી અને આચાર સંહિતા માર્ગદર્શિકા મુજબ તેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

છેલ્લા ૨ દિવસમાં આવી ચાર ઘટનાઓ થતાં ચકચાર 

Mumbai Police: જોકે છેલ્લા બે દિવસમાં મુંબઈ મેટ્રોપોલિટન રિજન (એમએમઆર)માં આ રીતે આચાર સંહિતા લાગુ કરાઇ હોવા છતાં મોટા પ્રમાણમાં રોકડ રકમ મળી આવવાની ચાર ઘટનાઓ સામે આવી છે. આ તમામ ઘટનાઓમાં 7.3 કરોડ રૂપિયા અને પ્રેશર કૂકર સાથે એક વાહન જપ્ત કરવામાં આવ્યું છે. ઇલેક્શન કમિશનના અધિકારીઓના જણાવ્યા અનુસાર તેમને જપ્ત કરાયેલા વાહનની આગળની સીટ પરથી ઐરોલીના અપક્ષ ઉમેદવાર વિજય ચૌઘુલેનું પોસ્ટર મળ્યું છે, જે પ્રેશર કૂકર ‘ચૂંટણી પ્રતીક’ હેઠળ ચૂંટણી લડી રહ્યા છે. ગુરુવારે રાત્રે નવી મુંબઈના કોપરખૈરણેમાં કાર જપ્ત કરવામાં આવી હતી. અધિકારીઓ તપાસ કરી રહ્યા છે કે શું ચૌઘુલેએ ઇલેક્શન કમિશન સમક્ષ પ્રેશર કૂકર માટેના ખર્ચની વિગતો જાહેર કરી છે અથવા તે મફતમાં આપવાના હતા?

mumbai news mumbai mumbai police assembly elections maharashtra assembly election 2024 palghar navi mumbai Crime News mumbai crime news