01 January, 2023 03:33 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્ય:સાતેજ શિંદે
જૈન સમુદાયના સભ્યોએ આજે મહારાષ્ટ્ર(Maharashtra)ની રાજધાની મુંબઈ (Mumbai)માં ઝારખંડ સરકારના `શ્રી સમેદ શિખરજી`ને પ્રવાસન સ્થળ તરીકે જાહેર કરવાના અને ગુજરાતના પાલીતાણા ખાતેના તેમના મંદિરમાં તોડફોડ કરવાના નિર્ણય સામે ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન હજારો લોકો રસ્તા પર આવી ગયા હતા.
જાણો શું છે મામલો?
વાસ્તવમાં જૈન દિગંબર શ્વેતાંબર સમાજના પવિત્ર સ્થળ ભગવાન પારસનાથ પર્વતને ઝારખંડ સરકાર દ્વારા પ્રવાસન સ્થળ જાહેર કરવામાં આવ્યું છે, જેના કારણે ત્યાં હોટેલો ખુલશે. જૈન સમાજ આ પરિવર્તનથી નારાજ છે અને વિરોધ કરવા રસ્તા પર ઉતરી આવ્યો છે. જૈન સમાજના ઋષિમુનિઓએ કહ્યું છે કે અમારી જે પણ માંગણીઓ હોય તેને શાંતિપૂર્ણ રીતે રાખો. એ ન ભૂલવું જોઈએ કે જૈન સમુદાય દેશનો માત્ર એક ટકા છે, પરંતુ તે દેશના કુલ ટેક્સના 24 ટકા ભરે છે.
આ પણ વાંચો: જૈન તીર્થની રક્ષા માટે એકતાનો માહોલ
ગુજરાતમાં શું છે મામલો
જણાવવામાં આવી રહ્યું છે કે ગુજરાતના ભાવનગર જિલ્લાના પાલીતાણામાં શત્રુંજય ટેકરી પરના બોર્ડ અને લોખંડના થાંભલાને નુકસાન થયું છે. આ સમગ્ર ઘટના થાંભલામાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ત્યારથી શેઠ આણંદજી કલ્યાણજી ટ્રસ્ટ અને નીલકંઠ મહાદેવ સેવા સમિતિના બે સમુદાયો વચ્ચે તંગદિલીભર્યું વાતાવરણ છે.