12 March, 2023 03:20 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઍર-ઈન્ડિયાના(Air India) Pee Gate કેસ બાદ હવે વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. લંડનથી મુંબઈ આવનારી ઍર ઈન્ડિયાની ફ્લાઈટમાં એક 37 વર્ષના શખ્સને ફ્લાઈટના ટૉઈલેટમાં સ્મોકિંગ (Smoking In Bathroom) કરતા પકડી પાડ્યો.
જેના પછી સહારા પોલીસે આરોપી રત્નાકર કરુણકાંત દ્વિવેદી વિરુદ્ધ આઈપીસીની કલમ 336 અને વિમાન અધિનિયમ 1937ની કલમ 22, 23 અને 25 હેઠળ કેસ દાખલ કર્યો.
ક્રૂ મેમ્બર્સે બાંધ્યા પ્રવાસીના હાથ-પગ
તો, આ મામલે ઍર ઈન્ડિયાના ક્રૂ મેમ્બરે સહાર પોલીસને જણાવ્યું કે ફ્લાઈટ દરમિયાન ફ્લાઈટમાં ધૂમ્રપાનની પરવાનગી નથી પણ પણ જેવો તે બાથરૂમ ગયો તો અલાર્મ વાગવા માંડ્યો અને જ્યારે અમે બધા પાઈલટના બાથરૂમ તરફ દોડ્યા તો જોયું કે તેના હાથમાં એક સિગરેટ છે. અમે તરત સિગરેટ તેના હાથમાંથી ફેંકી દીધી.
તેમણે આગળ જણાવ્યું, પછી રમાકાંતે ચિલ્લાવવાનું શરૂ કરી દીધું. રમાકાંતે ક્રૂ મેમ્બર્સ પર પણ રાડો નાખવાનું શરૂ કરી દીધું. જેમતેમ કરીને અમે તેની સીટ પર તેને લઈ ગયા. પણ થોડીવાર પછી તે વિમાનનો દરવાજો ખોલવાનો પ્રયત્ન કરતો હતો.
પ્રવાસી કૂટી રહ્યો હતો પોતાનું જ માથું
તેના આ વ્યવહારથી બધા પ્રવાસી ડરી ગયા અને તેણે ફ્લાઈટમાં નોટંકી શરૂ કરી દીધી. ઍર ઈન્ડિયાના ચાલકદળના એક સભ્યએ સહાર પોલીસને જણાવ્યું કે રમાકાંત અમારી એકપણ વાત સાંભળવા માટે તૈયાર નહોતો અને તે ફક્ત રાડો પાડતો હતો. જેના પછી અમે તેના હાથ-પગ બાંધી દીધા અને તેને સીટ પર બેસાડ્યો. ત્યાર બાદ તે પોતાનું માથું કૂટવા લાગ્યો.
પોલીસે કહ્યું કે પ્રવાસીઓમાં એક વ્યક્તિ ડૉક્ટર હતી. તેણે આવીને તેની તપાસ કરી. પછી રમાકાંતે કહ્યું કે તેના બેગમાં કોઇક દવા છે, પણ બેગની તપાસ કરતા એક ઇ-સિગરેટ મળી.
ફ્લાઈટ લેન્ડ થયા બાદ પ્રવાસી રમાકાંતને સહાર પોલીસને સોંપી દેવામાં આવ્યો. જ્યાં તેની પોલીસે ધરપકડ કરી અને આઈપીસીની કલમો હેઠળ કેસ નોંધ્યો.
પ્રલાસીના સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યા
પોલીસે કહ્યું કે આરોપી ભારતીય મૂળનો છે પણ સંયુક્ત રાજ્ય અમેરિકાનો નાગરિક છે અને તેની પાસે અમેરિકન પાસપૉર્ટ પણ છે.
આ પણ વાંચો : ભારતના સેલિબ્રિટી શેફ સંજીવ કપૂરે ફ્લાઇટમાં અપાયેલા નાસ્તાની કરી ઐતી તૈસી
પોલીસે કહ્યું કે અમે આરોપીના સેમ્પલ્સ મેડિકલ ટેસ્ટિંગ માટે મોકલ્યા છે જેથી પુષ્ટિ કરી શકાય કે તે નશામાં હતો કે માનસિક રીતે પરેશાન હતો. કેસને લઈને વધારે માહિતીની રાહ જોવાઈ રહી છે.