20 March, 2023 12:19 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતિકાત્મક તસવીર
મુંબઈ (Mumbai)ના દહિસર ઈસ્ટ(Dahisar East)માં શિંદે જુથે અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે બેનરને લઈ ઝપાઝપી થઈ હતી. ઘટના બાદ શિવસેનાના કાર્યકર્ચાઓએ ભાજપના કાર્યકર્તાઓ પરલવ હુમલો કરી ઢોર માર માર્યો હતો. જેમાં ભાજપના એક કાર્યકર્તાને માથાં પર ગંભીર ઈજા પહોંચી છે. બીજેપીના કાર્યકર્તા વિભીષણ વારેને સુખ સાગર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે,જયાં તેમની સારવાર ચાલી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે ભાજપ કાર્યકર્તા વારે 14 વર્ષથી પ્રકાશ સુર્વે સાથે કામ કરી રહ્યાં હતાં. પરંતુ થોડા દિવસો પહેલા જ વિધાન પરિષદ જુથ નેતા પ્રવીણ દરેકરના માર્ગદર્શન હેઠળ ભાજપમાં જોડાયા હતાં.
મુંબઈના દહીસરમાં બનેલી આ ઘટનાના CCTV ફુટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ડઝન લોકો હાથમાં દંડો અને અન્ય હથિયાર સાથે છે.દહિસર પોલીસે આ મામલે 2 લોકોની ધરપકડ કરી છે અને બાકીના લોકોની શોધખોળ શરૂ છે.
આ પણ વાંચો: Salman Khanના ઘરની બહાર પોલીસનો પહેરો, જવાન આખી રાત મીટ માંડીને બેઠા
જ્યારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ રવિવારે શિવસેના નેતા ઉદ્ધવ ઠાકરે પર આક્ષેપ લગાવતાં કહ્યું હતું કે તેમણે પોતાની જ પાર્ટીના નેતાઓનું કરિયર ખતમ કરવાનો પ્રયાસ કર્યો છે.શિંદે રત્નાગિરિ જિલ્લાના ખેડમાં એક રેલીને સંબોધિત કરી રહ્યાં હતા તે દરમિયાન આ વાતનો ઉલ્લેખ કર્યો છે. ઉદ્ધવ ઠાકરેએ પણ કેટલાક દિવસો પહેલા એ જ જગ્યા પર જનાતનું સંબોધન કર્યુ હતું. રેલીને સંબોધિત કરતાં શિંદેએ પોતાને શિવસેના સંસ્થાપક બાલ ઠાકરેની વિરાસતનો સાચા ઉત્તરાધિકારી ગણાવ્યાં હતાં. શિંદેએ કહ્યું હતું કે તેમણે ક્યારેય કોઈ એવા નેતા નથી જોયા જે અન્ય રાજનીતિક પાર્ટી સાથે મળીને પોતાના જ લોકોની રાજનીતિક કરિયર નષ્ટ કરવાની સાજિશ કરતા હોય.