19 February, 2023 01:20 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ(Mumbai)ની એક અદાલતે 32 વર્ષીય વ્યક્તિને પોક્સો એક્ટ હેઠળ સગીર સાથે યૌન શોષણ કરવા બદલ દોષિત ઠેરવ્યો છે. આરોપ છે કે યુવકે સગીર યુવતીને `આજા-આજા` કહીને બોલાવી હતી. મુંબઈના દિંડોશીની સેશન્સ કોર્ટે યુવકને જાતીય શોષણ માટે દોષિત ઠેરવ્યો હતો.
કહેવામાં આવ્યું છે કે જે કેસમાં કોર્ટે આ નિર્ણય આપ્યો છે તે સપ્ટેમ્બર 2015નો છે. પીડિતા ત્યારે 15 વર્ષની હતી અને ધોરણ 10માં અભ્યાસ કરતી હતી. પીડિતાએ કોર્ટમાં જણાવ્યું હતું કે જ્યારે તે તેના ટ્યુશનમાં જતી હતી ત્યારે એક વ્યક્તિ સાઇકલ પર તેની પાછળ આવ્યો હતો અને વારંવાર "આજા-આજા" બૂમો પાડતો હતો. છોકરીએ જણાવ્યું કે છોકરાનું આ કૃત્ય હજુ થોડા દિવસો સુધી ચાલ્યું. પહેલા દિવસે તેણે રસ્તા પર ઉભેલા લોકોની મદદ લેવાનો પ્રયાસ કર્યો, પરંતુ છોકરો ભાગી ગયો. પાછળથી જાણવા મળ્યું કે 25 વર્ષનો છોકરો નજીકની બિલ્ડિંગમાં નાઈટ વોચમેન હતો. આ પછી બાળકીની માતાએ તેની સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચો: યે ભારત દેશ હૈ મેરા