Mumbai: બાંદ્રામાં બેસ્ટની બસમાં ભભૂકી આગ, જીવ તાળવે ચોંટે એવા આગના દ્રશ્યો

25 January, 2023 04:33 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આર્થિક રાજધાની મુંબઈ(Mumbai)ના બાંદ્રા(Bandra)માં બેસ્ટની એક બસમાં અચાનક આગ(Best Bus Fire)ફાટી નિકળી હતી. બસમાંથી ધુમાડાના ગોટેગોટા નિકળતો વીડિયો શ્વાસ અધ્ધર કરી દે એવો છે.

વીડિયોમાંથી સ્ક્રીનશોટ (તસવીર: ટ્વિટર)

મહારાષ્ટ્ર (Maharashtra)માં ફરી એક દુર્ઘટના ઘટી છે. આર્થિક રાજધાની મુંબઈ(Mumbai)ના બાંદ્રા(Bandra)માં બેસ્ટની એક બસમાં અચાનક આગ(Best Bus Fire)ફાટી નિકળી હતી. આ ઘટના અંગે જાણકારી મળતા જ ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. 

ફાયર ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. આ સાથે જ બસમાં સવાર તમામ યાત્રીઓને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતાં. જોકે આ દુર્ઘટનામાં કોઈ મોટી જાનહાની થઈ નથી, એ રાહતના સમાચાર છે. 

વીડિયોમાં જોઈ શકાય છે કે આગનું સ્વરૂપ કેટલું વિકરાળ છે. બસમાંથી ધુમાડાના ગોટેગોટા નિકળી રહ્યાં છે. 

આ પણ વાંચો: મુંબઈવાસીઓ પાણીની વ્યવસ્થા કરી રાખજો, આ દિવસે 24 કલાક નહીં આવે પાણી

નોંધનીય છે કે ગત નવેમ્બરમાં અમરાવતીના પિંપલવિહિરમાં રાજ્ય પરિવહન નિગમની બસમાં આગ ભભૂકી હતી. બસમાં જ્યારે આગ લાગી તે સમયે બસમાં 35 લોકો સવાર હતાં. ઘટનાને નજરે જોનારાનું કહેવું હતું કે બસ પિંપલવિહિર જઈ રહી હતી, તે સમયે તેમાં 35 મુસાફરો સવાર હતાં. 

આ પણ વાંચો: તો શું મુંબઈ હવે સુરક્ષિત! 2 વર્ષ 10 મહિના બાદ કોરોનાનો શૂન્ય કેસ

બસના એન્જિનમાંથી અચાનક ધુમાડો ફેંકાવા લાગ્યો હતો. આવા સમયે બસ ડ્રાઈવરે સૌથી પહેલા બસ ધીમી પાડી હતી અને ત્યાર બાદ સાઈડમાં રોકી બસનો દરવાજો ખોલ્યો હતો. દરવાજો ખુલ્યા બાદ તમામ મુસાફરો સલામત રીતે બહાર આવી ગયા હતાં. આમ ઘટના સમયે હાહાકાર મચ્યો હતો પરંતુ કોઈ જાનહાની થઈ નહોતી. 

 

 

mumbai news maharashtra bandra