Mumbai: બાન્દ્રા પોલીસ સ્ટેશનમાં લાગી આગ, પોલીસકર્મી ગંભીર રીતે ઘાયલ

12 December, 2022 06:28 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મુંબઈ ફાયર બ્રિગેડના એક અધિકારીએ જણાવ્યું કે બાંદ્રા વિસ્તારમાં ખેરવાડી પોલીસ સ્ટેશનના સ્ટોર રૂમમાં આગ લાગી હતી.

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ(Mumbai)ના બાન્દ્રા (Bandra)વિસ્તારમાં ખેરવાડી પોલીસ સ્ટેશન (Kherwadi Police Station)માં સોમવારા ભીષણ આગ લાગી હતી. કહેવામાં આવી રહ્યું છે આગ પોલીસ સ્ટેશનના સ્ટોર રૂમમાં રાખેલા સિલિન્ડરના ધમાકા બાદ લાગી હતી. આ દુર્ઘટનામાં એક પોલીસ કર્મચારી ઘાયલ પણ થયા છે, જેમને  તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. 

મુંબઈ ફાયર બ્રિગેડના એક અધિકારીએ જણાવ્યું કે બાંદ્રા વિસ્તારમાં ખેરવાડી પોલીસ સ્ટેશનના સ્ટોર રૂમમાં આગ લાગી હતી. આગ બુઝાવવાનો પ્રયાસ કરવા જતા પોલીસ કર્મચારી ઘાયલ થયા હતાં. હાલ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. પોલીસ સ્ટેશનમાં આગની ઘટનાથી અફરાતફરી મચી ગઈ હતી. 

આ પણ વાંચો: શિવાજી મહારાજ પર કરેલી ટિપ્પણીનો વિવાદ વકર્યો: રાજ્યપાલે અમિત શાહને લખ્યો પત્ર

મળતી માહિતી અનુસાર ખેરવાડી પોલીસ (Kherwadi Police Station)માં ગેરકાયદાકીય રીતે ઉભા કરવામાં આવેલા ફૂડ સ્ટોલ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી એવામાં એક ફૂડ સ્ટોલમાંથી જપ્ત કરાયેલો સામાન સ્ટોર રૂમમાં રાખવામાં આવ્યો હતો. એવામાં આજે એક સિલિન્ડરમાં અચાનક ધમાકો થતાં આગ ફાટી નિકળી હતી. 

આ પણ વાંચો: કિનારે આવીને ડૂબી અનિલ દેશમુખની નાવ; હાઈકોર્ટે જામીન મંજૂર કરી ૧૦ દિવસ માટે સ્થગિત કર્યા

આગ લાગવવાથી એક 57 વર્ષના અરવિંદ ખોટને ઈજા થઈ છે. સાઈન હોસ્પિટલમાં તેમને ICU વોર્ડમાં દાખલ કરવામાં આવ્યાં છે. પોલીસ સુત્રોએ મિડ-ડે ને જણાવ્યું હતું કે ખુબ જ ગંભીર રીતે દાઝ્યા હોવાથી પોલીસ કર્મચારીની હાલત ગંભીર છે. 

 

 

mumbai news bandra kherwadi