Mumbai: વિક્રોલીમાં ગૅસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં આગ, એકનું મોત તો વધુ એક ગંભીર જખમી

28 July, 2024 09:53 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Mumbai News: આ સાથે મુંબઈના દાદરમાં આવેલા ચિત્રા સિનેમાની કેન્ટીનમાં પણ આગ ફાટી નીકળી હતી જેમાં કોઈને પણ ઈજા થઈ નથી.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

મુંબઈના વિક્રોલી વિસ્તારમાં ગૅસ સિલિન્ડર બ્લાસ્ટ (Mumbai News) થતાં મોટી આગ ફાટી નીકળતાં તેમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને અન્ય એક વ્યક્તિને ઈજા થઈ હતી. શનિવારે રાત્રે વિક્રોલીમાં એલપીજી સિલિન્ડર બ્લાસ્ટને કારણે ઝૂંપડીમાં આગ ફાટી નીકળતાં બે વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. BMCના જણાવ્યા અનુસાર આ ઘટનામાં ધનંજય મિશ્રા (46) ને અંદાજે 99 ટકા અને રાધેશ્યામ પાંડે (45) લગભગ 92 ટકા દાઝી ગયા હતા. જેમાંથી પાંડેને બપોરે મૃત જાહેર કરવામાં આવ્યા હતા. વિક્રોલીના સંજય નગરમાં શ્રીરામ સોસાયટી નજીક આવેલી એક ઝૂંપડીમાં લગભગ 9:35 વાગ્યે એલપીજી સિલિન્ડર બ્લાસ્ટની ઘટના બની હતી અને તે બાદ આગ લાગી હતી. આ આગમાં ઇલેક્ટ્રિક વાયરિંગ, ઇન્સ્ટોલેશન અને ઘરની વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી.

અહેવાલ મુજબ ફાયર બ્રિગેડના ઘટના સ્થળે પહોંચ્યા પહેલા સ્થાનિક લોકોએ પાણી અને ઇલેક્ટ્રિક સપ્લાયને ડિસ્કનેક્ટ કરીને આગને બુઝાવી દીધી હતી અને ઇજાગ્રસ્ત લોકોને રાજાવાડી હૉસ્પિટલમાં (Mumbai News) દાખલ કરવામાં આવ્યા હતા. જો કે બ્લાસ્ટ પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. ધનંજય મિશ્રાને વધુ સારવાર માટે સાયન હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને તેમની સ્થિતિ સ્થિર છે. દરમિયાન, અન્ય એક ઘટનામાં, થાણેના કોપરી વિસ્તારમાં રવિવારે વહેલી સવારે ઘરના છતનું પ્લાસ્ટર તૂટી પડતાં એક વ્યક્તિ ઘાયલ થયો હતો, એમ એક બીએમસી અધિકારીએ જણાવ્યું હતું.

આ સાથે મુંબઈના દાદરમાં આવેલા ચિત્રા સિનેમાની (Mumbai News) કેન્ટીનમાં પણ આગ ફાટી નીકળી હતી, આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી, એમ બીએમસી અધિકારીએ રવિવારે જણાવ્યું હતું. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) ની માહિતી મુજબ મધ્ય મુંબઈના દાદર વિસ્તારમાં રવિવારે બપોરે લગભગ 3.15 વાગ્યે સિંગલ-સ્ક્રીન ચિત્રા સિનેમાની કેન્ટીનમાં આગ ફાટી નીકળી હતી અને 10 મિનિટમાં કાબૂ મેળવી લેવામાં આવી હતી. બીએમસીએ કહ્યું કે ઘટનાની માહિતી મળ્યા બાદ ફાયર એન્જિન અને પાણીના ટેન્કરને સેવા માટે મોકલવામાં આવ્યા હતા. થિયેટરમાં મૂવી જોનારાઓ અને સ્ટાફને જગ્યા ખાલી કરવા માટે કહેવામાં આવ્યું હતું અને આગ બુઝાવવા માટે અગ્નિશમન કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી અને આગના કારણની તપાસ કરવામાં આવી રહી છે.

 ગયા શનિવારે વહેલી સવારે નવી મુંબઈના CBD બેલાપુર (Mumbai News) વિસ્તારમાં ચાર માળની રહેણાંક ઇમારત ધરાશાયી થતાં ત્રણ લોકોના મોત થયા હતા અને અન્ય બે ઘાયલ થયા હતા. શાહબાઝ ગામમાં સવારે 4.50 વાગ્યે બનેલી આ ઘટના બાદ બે ઘાયલ લોકોને કાટમાળ નીચેથી જીવતા બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટના બાદ બિલ્ડિંગના અન્ય 52 રહેવાસીઓને સમયસર બહાર કાઢવામાં ન આવ્યા હોત તો દુર્ઘટનાનું પ્રમાણ વધુ મોટી હોરનાત બની હત એમ અધિકારીએ કહ્યું હતું.

fire incident vikhroli dadar mumbai news mumbai