Mumbai News: દહીસરમાં ખુલ્લા નાળામાં પડ્યા સિનિયર સીટીઝન, બહાર કઢાયા પણ...

07 February, 2024 01:33 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Mumbai News: દહિસર વિસ્તારમાં એક 65 વર્ષીય વ્યક્તિ ખુલ્લા નાળામાં પડી જતાં તેનું મૃત્યુ થયું હતું. તે વ્યક્તિને કાંદિવલીની શતાબ્દી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો

મોતની પ્રતીકાત્મક તસવીર

Mumbai News: બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનએ જણાવ્યું હતું કે, બુધવારે વહેલી સવારે મુંબઈના દહિસર વિસ્તારમાં એક 65 વર્ષીય વ્યક્તિ ખુલ્લા નાળામાં પડી જતાં તેનું મૃત્યુ થયું હતું. સિવિક સંસ્થાના જણાવ્યા અનુસાર આ ઘટના દહિસરમાં દહિસર-બોરીવલી રેલ્વે બ્રિજની પાછળ સાવંત માર્ગ પર બની હતી. મૃતકની ઓળખ ઓમપ્રકાશ શર્મા (65) તરીકે થઈ છે.

મુંબઈ ફાયર બ્રિગેડ લગભગ 1:50 વાગ્યે સ્થળ પર પહોંચી ગઈ હતી અને 65 વર્ષીય વ્યક્તિને દહિસરમાં ખુલ્લા નાળામાંથી બચાવી લેવાના પ્રયાસ કર્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર તે વ્યક્તિને કાંદિવલીની શતાબ્દી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, પરંતુ ડૉક્ટરોએ તેમને સવારે 4:15 વાગ્યે મૃત જાહેર કર્યો હતો. 

ઘટનાના સ્થળે (Mumbai News) પહોંચ્યા બાદ રેલ્વે પોલીસ અધિકારીઓ પાસેથી જાણવા મળ્યું કે એક વ્યક્તિ દહિસરમાં એક ખુલ્લા નાળામાં પડી ગયો હતો. જે જમીનના સ્તરથી લગભગ 20 ફૂટની ઉંડાઈમાં જઈને પડ્યો હતો. મુંબઈ ફાયર બ્રિગેડના અધિકારીઓ દ્વારા તેને દોરડા અને સ્ટ્રેચરની મદદથી સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યો હતો. પણ હોસ્પિટલમાં તેણે દમ તોડ્યો હતો. 

અન્ય એક ઘટના (Mumbai News)માં મંગળવારે ગોરાઈમાં બીચ પર એક અજાણ્યા માણસનો આંશિક રીતે સડી ગયેલો મૃતદેહ મળી આવ્યો હતો. એક અધિકારીએ આ અંગે જણાવ્યું હતું કે સવારે ગોરાઈના કુડવેન બીચ પર એક રાહદારીએ લાશ જોઈ હતી. 

લાશ પરથી વ્યક્તિ 40 વર્ષનો હોવાનું જણાય છે. જ્યારે લાશના કપડાં તપાસવામાં આવ્યા ત્યારે તેના કપડામાંથી કંઈ જ મળ્યું ન હતું. તેણે સ્માર્ટવોચ પહેરેલી હતી. જે તેની ઓળખની ખાતરી કરવામાં મદદ કરી શકે છે. 

મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે, અને આકસ્મિક મૃત્યુનો કેસ નોંધવામાં આવ્યો છે, એમ અધિકારીએ જણાવ્યું હતું. આ સાથે જ તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રના થાણે શહેરમાં એક મહિલાના ઘરના દરવાજે એક નવજાત બાળકી ત્યજી દેવાયેલી મળી આવી હતી. 

29 વર્ષીય મહિલાએ પોલીસને જણાવ્યું કે રવિવારે રાત્રે જ્યારે તે લુઈસ વાડી વિસ્તારના સાઈનાથ નગરમાં તેના ઘરના રસોડામાં હતી, ત્યારે તેણે એક બાળકનો રડવાનો અવાજ સાંભળ્યો હતો. વાગલે એસ્ટેટ પોલીસ સ્ટેશનના એક અધિકારીએ આ ઘટના અંગે જણાવ્યું હતું કે, જ્યારે મહિલા ઘરની બહાર ગઈ ત્યારે તેણે બાળકીને તેના ઘરના દરવાજા પર પડેલી જોઈ હતી. 

Mumbai News: મહિલાએ પોલીસને જાણ કરી જે તેના ઘરે પહોંચી અને બાળકને થાણે સિવિલ હોસ્પિટલમાં ખસેડયું હતું. મહિલાની ફરિયાદના આધારે ભારતીય દંડ સંહિતાની કલમ 317 (માતા-પિતા અથવા કેરટેકર દ્વારા 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકના સંપર્કમાં આવવા અને ત્યજી દેવા) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.

mumbai news mumbai mumbai police dahisar