Mumbai: ગોરેગાંવમાં ખાનગી શાળાના સ્વિમિંગ પૂલમાં 14 વર્ષના છોકરાનું મોત

24 June, 2023 12:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મુંબઈ (Mumbai)ના ગોરેગાંવ (Goregaon)પૂર્વમાં શુક્રવારે એક ખાનગી શાળાના સ્વિમિંગ પૂલમાં 14 વર્ષના છોકરાનું ડૂબી જવાથી મૃત્યુ થયું હતું. છોકરાને સારવાર મળે તે પહેલા જ તેનું મોત થઈ ચુક્યું હતું.

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ (Mumbai)ના ગોરેગાંવ (Goregaon)પૂર્વમાં શુક્રવારે એક ખાનગી શાળાના સ્વિમિંગ પૂલમાં 14 વર્ષના છોકરાનું ડૂબી જવાથી મૃત્યુ થયું હતું. પોલીસે આ અંગે માહિતી આપી છે. હાલ તો પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

સારવાર પહેલા મૃત્યુ

સ્થાનિક પોલીસે જણાવ્યું કે ગોરેગાંવ (Goregaon)માં એક ખાનગી શાળાના વિદ્યાર્થીનું સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી મોત થયું હતું. વિદ્યાર્થીની ઓળખ શાર્દુલ સંજય અરોલકર તરીકે થઈ છે, જેની ઉંમર 14 વર્ષ જણાવવામાં આવી છે. વિદ્યાર્થીને તાત્કાલિક શતાબ્દી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, પરંતુ ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.

આ ઘટના દિંડોશી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી અને સ્થાનિક પોલીસે ઘટનાની પુષ્ટિ કરી છે અને વધુ તપાસ ચાલી રહી છે.

પહેલા અકસ્માત થયો હતો

થોડા દિવસો પહેલા આવી જ એક ઘટનામાં મુંબઈના અક્સા બીચ પર લાઈફગાર્ડે 18 જૂનની સાંજે દરિયામાં નહાતી વખતે 10 લોકોને ડૂબતા બચાવ્યા હતા. આ માહિતી પોલીસે આપી હતી. રવિવારે શહેરના મલાડ વિસ્તારમાં અક્સા બીચ પર મોટી ભીડ એકઠી થઈ હતી, જે દરમિયાન ઘણા લોકો સ્નાન કરી રહ્યા હતા, ત્યારે 19 લોકો દરિયામાં ડૂબવા લાગ્યા હતા.

થોડી જ વારમાં લાઇફગાર્ડ બચાવ માટે દોડી આવ્યા હતા અને 10 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. જ્યારે બાકીના નવ લોકો પોતાની મેળે બહાર નીકળવામાં સફળ રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે મુંબઈ પોલીસ પર ગંભીર આક્ષેપ લાગ્યા છે.  મધ્ય પ્રદેશ પોલીસે આક્ષેપ કર્યો છે કે મુંબઈ પોલીસે મહેતા દંપતીને મદદ કરી હતી, જે મોટા પાયે હોમબેઝ્ડ ડ્રગ ડિસ્ટ્રિબ્યુશન રૅકેટનું કથિત માસ્ટરમાઇન્ડ હતું. મુંબઈસ્થિત આશિષ અને શિવાંગી મહેતા એમપી પોલીસના સ્કૅનર હેઠળ છે, જ્યારે તેમના એક કર્મચારીની ૬ જૂને એમપીના શિવપુરી જિલ્લાની ખાનિયાધાના પોલીસ દ્વારા ૧૭ લાખ રૂપિયાના ૧૪૨ ગ્રામ મેફેડ્રોન (એમડી) સાથે ધરપકડ કરવામાં આવી હતી. આશિષ અને શિવાંગી મહેતાએ ૨૦ જૂને જિલ્લા અને સેશન્સ કોર્ટ શિવપુરીમાં આગોતરી જામીનઅરજી દાખલ કરી હતી. ગુરુવારે તેમની જામીનઅરજી ફગાવી દેવામાં આવી હતી.

તપાસ અધિકારી અને ખાનિયાધાના પોલીસ સ્ટેશન, એમપીના ઇન્ચાર્જ ધનેન્દ્રસિંહ ભદોરિયાએ ‘મિડ-ડે’ સાથે વાત કરતાં કહ્યું હતું કે ‘મેં તમામ વિગતો સાથે રાખીને કોર્ટને કહ્યું હતું કે મુંબઈ પોલીસે અમને બિલકુલ સહકાર આપ્યો નથી. મહિલા આરોપીને પકડવા માટે અમારી પાસે મહિલા પોલીસ નહોતું.

 

mumbai news goregaon mumbai maharashtra news