12 August, 2022 10:55 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મુંબઈને પાણી પૂરું પાડતાં સાત જળાશયોમાંથી તાનસા, મોડકસાગર અને તુલસી તળાવ છલકાયા બાદ ગઈ કાલે સાંજે ૫.૩૦ વાગ્યે વિહાર તળાવ પણ છલકાઈ ગયું હતું. આમ હવે આ ચારે જળાશયોમાં એમની કૅપેસિટી જેટલા પાણીની આવક થઈ ગઈ છે. વિહારમાં ૨૭,૬૯૮ મિલ્યન લિટર પાણી સમાઈ શકે છે. હવે ભાત્સા તથા મિડલ અને અપર વૈતરણા એમ ત્રણ જ જળાશયો ફુલ થવાનાં બાકી રહ્યાં. મુંબઈને પાણી પૂરું પાડતાં આ સાત જળાશયોની કુલ કૅપેસિટી ૧૪.૪૭ લાખ મિલ્યન લિટર પાણીની છે.