31 July, 2024 02:38 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
મુંબઈને પાણી પૂરું પાડતાં ૭ જળાશયોનો કુલ સ્ટૉક ગઈ કાલે ૭૫ ટકાએ પહોંચી ગયો હતો. સાતેસાત જળાશયો મળીને કુલ ૧૪,૪૭,૩૬૩ મિલ્યન લીટર પાણીનો સ્ટૉક થઈ શકે છે, એમાંથી ગઈ કાલે ૭૫ ટકા પાણીનો સ્ટૉક ૧૦,૮૬,૩૭૬ મિલ્યન લીટર જમા થયો હતો. ગયા વર્ષે ૩૦ જુલાઈએ ૧૦,૭૦,૮૪૨ મિલ્યન લીટર એટલે કે ૭૩.૯૯ ટકા સ્ટૉક નોંધાયો હતો. સામાન્ય રીતે મૉન્સૂન સપ્ટેમ્બર-એન્ડ સુધી ચાલતો હોય છે એથી આવનારા સમયમાં બાકીનો ૨૫ ટકા સ્ટૉક પણ થવાની સંભાવના છે જેને લીધે મુંબઈગરાઓએ પાણીકાપનો સામનો ન કરવો પડે.