17 July, 2024 09:17 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
મહારાષ્ટ્રમાં ચોમાસાએ જોર પકડવાનું શરૂ કર્યું છે. જો કે ચોમાસની સાથે સાથે મુંબઈમાં રોગચાળો (Mumbai Monsoon and illness) પણ ફેલાવાની શરૂઆત થઈ છે. વાયરલ અને બેક્ટેરિયલ ચેપ થયેલા લોકોની સંખ્યામાં મોટો વધારો આવ્યો છે. સરકારના અહેવાલ મુજબ જૂન મહિનામાં રાજ્યમાં ડેન્ગ્યુના માત્ર 93 કેસ હતા, જે હવે વધીને 165 થઈ ગયા છે. ડેન્ગ્યુ સાથે આ મહિને લેપ્ટોસ્પાયરોસિસના પણ 52 કેસ નોંધવામાં આવ્યા છે. સ્વાઈન ફ્લૂ (H1N1) માં પણ તીવ્ર વધારો જોવા મળ્યો છે. જૂનમાં સ્વાઈન ફ્લૂના માત્ર 10 કેસ હતા, પરંતુ માત્ર 15 દિવસમાં, કેસ વધીને 53 પર પહોંચી ગયા છે. જો કે, સંખ્યા ગયા વર્ષની સરખામણીએ થોડા પ્રમાણમાં ઓછી છે, કારણ કે જુલાઈના 15 દિવસસુધીમાં, મુંબઈમાં ડેન્ગ્યુના 263 અને લેપ્ટોસ્પાયરોસિસ 104 કેસ નોંધવામાં આવ્યા હતા.
એક જાણીતી હૉસ્પિટલના ડૉક્ટરે આ મામલે જણાવ્યું હતું કે, હૉસ્પિટલમાં દર અઠવાડિયામાં સ્વાઈન ફ્લૂના (Mumbai Monsoon and illness) ઓછામાં ઓછા 100 જેટલા ક્લિનિકલ પોઝિટીવ કેસો આવી રહ્યા છે, જ્યારે 30ની લેબ્સ દ્વારા પુષ્ટિ કરવામાં આવી થઈ છે. અમે દરેકને ટેસ્ટ કરાવવાનું કહેતા નથી કારણ કે તે એક વધારાનો ખર્ચ છે. 104 ડિગ્રી અથવા તેના કરતાં વધુનો તાવ જેવા લક્ષણો જોવા મળતા દર્દીઓને હૉસ્પિટલમાં દાખલ થવાની જરૂર છે. મોટા ભાગના દર્દીઓ સ્વસ્થ થઈ જાય છે, પરંતુ કોમોર્બિડિટીઝ અથવા વરિષ્ઠ નાગરિકોને સાજા થવામાં સમય લાગી રહ્યો છે. તેમ જ કેટલાક દર્દીઓને સ્વાઈન ફ્લૂ બાદ ફેફસામાં પીડા પણ થઈ હોવાનું સામે આવ્યું હતું.
“દર અઠવાડિયે લગભગ 50 ડેન્ગ્યુના કેસ આવી રહ્યા છે, પરંતુ અત્યાર સુધી કોઈનું મૃત્યુ થયું નથી. હિન્દુજા હૉસ્પિટલ દર અઠવાડિયે સૌથી વધુ ધોરણે સોથી વધુ દર્દીઓ દાખલ થઈ રહ્યા છે. અહીં ડેન્ગ્યુ અને ઈન્ફલ્યુએન્ઝાના દર્દીઓ છે, પરંતુ તેમાંથી ઘણા ઓછાને દાખલ થવાની જરૂર નથી જ્યારે બીજા અનેક લોકોને સારવારની જરૂરત છે. પ્લાઝમોડિયમ વિવેક્સ (P.vivax) મેલેરિયાથી અસરગ્રસ્ત દર્દીઓ છે. આ મલેરિયામાં તાવ, શરદી, માથાનો દુખાવો, સ્નાયુઓમાં દુખાવો, ઉબકા, ઉલટી, ભૂખ ન લાગવી વગેરે લક્ષણો દેખાવાની સાથે અનેક ગંભીર કિસ્સાઓમાં દર્દીઓનું મૃત્યુ પણ થઈ શકે છે. આવા દર્દીઓને હજી પણ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે”, એમ એક નિષ્ણાત ડૉક્ટરે કહ્યું હતું.
જી-સાઉથ વોર્ડમાં બીએમસી સંચાલિત દવાખાનામાં (Mumbai Monsoon and illness) કામ કરતા એક ડૉક્ટરે કહ્યું, “મચ્છરજન્ય રોગોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. અમે દરરોજ જોઈએ છીએ તે 100 દર્દીઓમાં મેલેરિયાનો લગભગ એક કેસ જોઈએ છીએ. તેમાંથી મોટાભાગના દર્દીઓ ઈન્ફલ્યુએન્ઝા જેવા લક્ષણો સાથે અમારી પાસે આવે છે. આ મહિનાની શરૂઆતથી અત્યાર સુધીમાં મેલેરિયાના 443 કેસ નોંધાયા છે. બીએમસીએ છેલ્લા 15 દિવસમાં મેલેરિયા માટે લગભગ 81,556 વ્યક્તિઓની તપાસ કરી છે જેમાંથી હાલમાં લેપ્ટોસ્પાયરોસિસથી 14,059 દર્દીઓ પર સારવાર કરવામાં આવી રહી છે.