Mumbai Monsoon : મહારાષ્ટ્રમાં તોફાની વરસાદનું સંકટ! મુંબઈ સહિત આ જિલ્લામાં યલો અલર્ટ

24 September, 2023 06:05 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Mumbai Monsoon : મહારાષ્ટ્રમાં ફરીથી ચોમાસું સક્રિય થઈ શકે છે. હવામાન વિભાગે આગામી બુધવાર સુધી સમગ્ર રાજ્યમાં યલો એલર્ટ પણ જારી કર્યું છે.

પ્રતિકાત્મક ફાઇલ તસવીર

મહારાષ્ટ્રમાં હાલ ગણેશોત્સવની ધામધૂમ ચાલી રહી છે ત્યારે આ દરમિયાન ચોમાસું પણ સક્રિય થતું જોવા મળી રહ્યું છે. મહારાષ્ટ્રમાં ફરીથી ચોમાસું (Mumbai Monsoon) સક્રિય થઈ શકે છે. સિક્કિમથી મધ્ય મહારાષ્ટ્ર સુધીના લો પ્રેશર ઝોન તૈયાર થયો હોવાને કારણે રાજ્યમાં છેલ્લા 24 કલાક માટે ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 

આ સાથે જ હવામાન વિભાગે આગામી બુધવાર સુધી સમગ્ર રાજ્યમાં યલો એલર્ટ પણ જારી કર્યું છે. આજે રવિવાર હોવાથી અનેક નાગરિકો ગણપતિ બાપ્પાણા દર્શન માટે ઘરની બહાર નીકળ્યા છે ત્યારે તેઓને હવામાન વિષે ચોક્કસ માહિતી લેવાની સૂચના પણ આપવામાં આવી છે. 

રાજ્યના ઘણા જિલ્લાઓ માટે આજે યલો એલર્ટ આપવામાં આવ્યું હતું અને હવામાન વિભાગે એવી પણ માહિતી આપી છે કે વિદર્ભમાં તીવ્ર વરસાદ થઈ શકે છે. જેના કારણે આગામી 24 કલાક દરમિયાન ભારેથી અતિભારે વરસાદ (Mumbai Monsoon) થાય તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે 27 સપ્ટેમ્બર સુધી વિદર્ભમાં ભારે વરસાદ થશે. 

આ સાથે જ ભારે વરસાદને કારણે ધૂળેથી નંદુરબાર જિલ્લાને જોડતો સારંગખેડા પુલ તૂટી પડ્યો હતો, જેનાથી વાહનવ્યવહાર ખોરવાયો હતો. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર યવતમાલ, વાશિમ, વર્ધા, નાગપુર, ગોંદિયા, ગઢચિરોલી, ચંદ્રપુર, ભંડારા, અમરાવતી, વિદર્ભમાં અકોલા, છત્રપતિ સંભાજીનગર, જાલના, પરભણી, મરાઠવાડામાં બીડ અને પુણે, સતારા, સોલાપુર, ઉત્તર પ્રદેશમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્ય મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્ર, નાસિક, જલગાંવ, કોંકણ, રત્નાગીરી, રાયગઢ, થાણે જિલ્લાઓને પણ 27 સપ્ટેમ્બર સુધી યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

પુણે અને પિંપરી ચિંચવડ વિસ્તારોમાં શુક્રવારથી જ વરસાદનું જોર વધી ગયું છે. દરમિયાન પુણેમાં આજે ભારે વરસાદ (Mumbai Monsoon) થઈ રહ્યો છે. જ્યારે કોંકણ મરાઠવાડા, પશ્ચિમ મહારાષ્ટ્રમાં આગામી કેટલાક કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેથી શહેરીજનોને બહાર નીકળતી વખતે હવામાન ખાતા તરફથી આપવામાં આવેલ સૂચના પાળવાની વિનંતી કરવામાં આવી છે. 

અત્યારે જે વરસાદ થઈ રહ્યો છે તે મોન્સુનનો છે. તે ઉપરાંત બંગાળની ખાડીમાં બનેલા લો પ્રેશર સક્રિય થયું છે. રાજસ્થાનમાં તો સોમવારથી પાછો ફરતો વરસાદ શરૂ થઈ ગયો છે. આ સ્થિતિને જોતાં જ એવું કહી શકાય કે મહારાષ્ટ્રમાંથી પસાર થતાં આ ચોમાસા (Mumbai Monsoon)ને 5થી 10 ઓક્ટોબરનો સમય લાગશે. આ રીતે પૂણે વેધશાળાના હવામાન વિભાગે માહિતી આપી હતી. 

24થી 27 સપ્ટેમ્બર સુધી આ ભાગો માટે જારી કરાયું છે યલો એલર્ટ

વિદર્ભ (યવતમાલ, વાશિમ, વર્ધા, નાગપુર, ગોંદિયા, ગઢચિરોલી, ચંદ્રપુર, ભંડારા, અમરાવતી, અકોલા)
મરાઠવાડા (છત્રપતિ સંભાજીનગર, જાલના, પરભણી, બીડ)
મધ્ય મહારાષ્ટ્ર (પુણે, સતારા (26), સોલાપુર (27))
ઉત્તર મહારાષ્ટ્ર (નાસિક, જલગાંવ)
કોંકણ (રત્નાગીરી, રાયગઢ, થાણે)

mumbai monsoon konkan pune vidarbha marathwada indian meteorological department maharashtra