30 May, 2024 02:19 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
દહિસરથી અંધેરી-વેસ્ટમાં ડી. એન. નગર દોડતી મેટ્રો ૨-A અને દહિસર-ઈસ્ટથી અંધેરી-ઈસ્ટમાં ગુંદવલી દોડતી મેટ્રો ૭ના પૅસેન્જરોની સંખ્યામાં એક જ વર્ષમાં ત્રણગણો વધારો નોંધાયો છે. આ બન્ને મેટ્રોના પ્રવાસીઓની સંખ્યાનો આંકડો હવે ૧૦ કરોડને વટાવી ગયો છે.
ધ મહા મુંબઈ મેટ્રો કૉર્પોરેશન લિમિટેડનાં પ્રવક્તા સ્વાતિ લોખંડેએ આ સંદર્ભે માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એક વર્ષ પહેલાં આ આંકડો ત્રણ કરોડ પહોંચ્યો હતો. હવે એક વર્ષની અંદર જ ત્રણગણા વધુ પૅસેન્જરોએ મેટ્રો ૨-A અને મેટ્રો ૭માં પ્રવાસ કર્યો છે અને રાઇડરશિપનો આંકડો ૧૦ કરોડ પર પહોંચી ગયો છે. મેટ્રો મૉન્સૂનમાં પણ અવિરત ચાલુ રહી હતી અને મુંબઈગરા કોઈ પણ હેરાનગતિ વગર પ્રવાસ કરી શક્યા હતા. અમે મુંબઈગરાનો આભાર માનીએ છીએ કે તેમણે પ્રવાસ કરવા માટે મેટ્રોની પસંદગી કરી.’