07 May, 2024 11:40 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ મેટ્રોની ફાઇલ તસવીર
CASMT અને વડાલા વચ્ચે બનાવવામાં આવી રહેલા મેટ્રો 11 કોરિડોર (Mumbai Metro)ના નવા DPAને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે કે તે હવે જૂન સુધીમાં તૈયાર થઈ જવાનો છે. ખાસ વાત તો એ છે કે કેમ્પસની ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખીને હવે મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન મેટ્રો 11ના રૂટમાં બહુ જ મોટો ફેરફાર કરવા જઈ રહી છે. આ ફેરફાર એવો છે મેટ્રો 11નો આખો રુટ જ નવેસરથી પ્લાન કરવામાં આવ્યો છે. આ નવા રૂટ પ્રમાણે હવે નાગપાડા, ભીંડી બજાર, કોફર્ડ માર્કેટ અને ગેટવે ઓફ ઈન્ડિયાને મેટ્રો સાથે જોડવાની યોજના પર કામ કરવામાં આવનાર છે.
ટ્રાફિકની સમસ્યાને પહોંચી વળવા માટે બદલાયો મેટ્રોનો પ્લાન રૂટ
શરૂઆતમાં તો મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટીએ મેટ્રો 11ના નિર્માણ માટે જવાબદારી ઉપાડી હતી ત્યારે MMRDAએ CSMTથી વડાલ વચ્ચે મેટ્રો 11નો રૂટ નક્કી કર્યો હતો. પરંતુ આ મેટ્રો રૂટ (Mumbai Metro)નો 70 ટકા ભાગ ભૂગર્ભ હોવાથી આ રૂટની જવાબદારી એમએમઆરસીને સોંપવામાં આવી હતી. આ મેટ્રો લાઇનનો પ્રથમ પ્લાન એમએમઆરડીએ દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો.
એ જૂના પ્લાનની અંદર ગેટવે ઓફ ઈન્ડિયા, ભાયખલા, નાગપાડા, ક્રોફર્ડ માર્કેટ વગેરેને મેટ્રો સાથે જોડવાનો કોઈ જ પ્લાન નહોતો. જોકે, આ વિસ્તારો એવા છે જ્યાં ટ્રાફિકની સમસ્યા હદબહારની છે. માટે હવે આ ટ્રાફિકની સમસ્યાને પહોંચી વળવા માટે એમએમઆરડીએએ સ્પષ્ટતા કરી છે કે મુસાફરોની સંખ્યાના સંદર્ભમાં આ માર્ગ વ્યવહારુ નથી. તેથી, એમએમઆરસીએ આ માર્ગ માટે નવો પ્લાન તૈયાર કરવાનું કામ હાથમાં લીધું છે.
હવે મુસાફરી થઈ જશે આરામદાયક
જ્યારે આપણે મુંબઈની વાત કરીએ છીએ ત્યારે બહારથી આવનાર લોકો ગેટવે ઑફ ઈન્ડિયાની અચૂક મુલાકાત લેવા અને ક્રૉફર્ડ માર્કેટમાં ખરીદી કરવા જતાં જ હોય છે. અત્યારે એવી પરિસ્થિતિ છે કે લોકોને સીએસએમટી રેલ્વે સ્ટેશન પર ઊતરવું પડે છે અને પછી રોડ માર્ગે થઈને ક્રોફર્ડ માર્કેટ અથવા ગેટવે ઓફ ઈન્ડિયા પહોંચી શકાય છે. હવે આ સમસ્યા ટાળવા માટે જો આ કોમ્પ્લેક્સને મેટ્રો (Mumbai Metro) સાથે જોડી દેવામાં આવે તો યાત્રીઓની મુસાફરી ખૂબ જ આસાન થઈ જાય.
તે ઉપરાંત CSMT ખાતે મેટ્રો 3 કોરિડોર માટે એક સ્ટેશન પણ તૈયાર કરવામાં આવી રહ્યું છે. જેની મદદથી લોકો મેટ્રો કે રેલ્વે મારફતે સરળતાથી પોતાના ગંતવ્ય સ્થાન પર પહોંચી શકશે.
આવતા મહિને નવો ડીપીઆર પ્લાન સબમિટ કરાશે
Mumbai Metro: દરમિયાન દિલ્હી મેટ્રો કોર્પોરેશન 15 જૂન સુધીમાં MMRCને નવો પ્લાન સબમિટ કરશે. ત્યારે જ સ્પષ્ટ થશે કે આ રૂટ કેવો હશે. મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (MMRDA)ના 337 કિમી મેટ્રો રૂટ 11 એ મેટ્રો 4A અને મેટ્રો 4 (કાસરવડવલી - ઘાટકોપર – વડાલા)નો વિસ્તાર આવરી લેવાશે.