ગોરેગામ પશ્ચિમ મેટ્રો ટ્રેનના ટ્રેક પરથી કૂદીને 22 વર્ષના યુવાને કરી આત્મહત્યા, પોલીસ તપાસ શરૂ

30 September, 2024 09:46 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Mumbai Metro Suicide News: આ ઘટના સોમવાર, 30 સપ્ટેમ્બરના રોજ બપોરે 3.30 વાગ્યાની આસપાસ ગોરેગામમાં બની હતી.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

મુંબઈના ગોરેગામમાં એક 22 વર્ષની યુવતીએ આત્મહત્યા કરી હોવાની ઘટના બની છે. આ યુવતીએ ગોરેગામ વેસ્ટ મેટ્રો સ્ટેશન (Mumbai Metro Suicide News) પરના ટ્રેક પરથી કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. મેટ્રો ટ્રેક પરથી કૂદકો મારી આપઘાત કરનાર યુવાનને ત્યાં હાજર રહેલા લોકોએ તરત જ હૉસ્પિટલમાં દાખલ કરી હતી જોકે તેને બચાવી શકાઈ નહીં અને તેનું મૃત્યુ થયું હતું.

ગોરેગામ પશ્ચિમ મેટ્રો સ્ટેશનના પાટા પરથી કૂદીને એક 22 વર્ષના યુવાને આત્મહત્યા કરી હતી. ટ્રેક પરથી કુદતા તે નીચેના રસ્તા પર પટકયો હતો જેમાં તેને ગંભીર ઈજા થઈ હતી. તે બાદ ગંભીર હાલતમાં જ તેને આસપાસના લોકોની મદદથી તેને ગોરેગામ (Mumbai Metro Suicide News) પશ્ચિમની ઑસ્કર હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું.

પીડિતા તેના માતા-પિતા સાથે ગોરેગામના ભગત સિંહ નગરમાં (Mumbai Metro Suicide News) રહેતો હતો. આ ઘટના સોમવાર, 30 સપ્ટેમ્બરના રોજ બપોરે 3.30 વાગ્યાની આસપાસ ગોરેગામમાં બની હતી. ગોરેગામ પશ્ચિમ મેટ્રો સ્ટેશનથી ટિકિટ ખરીદ્યા પછી, યુવક પ્લેટફોર્મ તરફ આગળ વધ્યો અને સુરક્ષા ગ્રીલ ઓળંગ્યા બાદ તે ટ્રેક પર ચઢી ગયો હતો. તે પછી એલિવેટેડ વિભાગમાંથી નીચે લિન્ક રોડ પર કૂદકો મારતા પહેલા તે ટ્રેક પર ચાલીને આગળ ગયો હતો.

આ ઘટના સમયે સ્ટેશન અને પરિસરમાં હાજર રહેલા લોકોએ તેને તરત જ સ્ટેશન નજીક આવેલી ઑસ્કર હોસ્પિટલમાં લઈ ગયા હતા. જોકે તેને ખૂબ જ ગંભીર ઇજાઓ થતાં મોત નીપજ્યું હતું. પોલીસે આ આકરા પગલા પાછળના કારણની હવે તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, સીસીટીવી કૅમેરા ફૂટેજમાં ઘટનાનો વીડિયો (Mumbai Metro Suicide News) જોઈને સામે આવ્યું કે આ યુવક ઘટના પહેલા ડિપ્રેશનમાં હતો. બાંગુર નગર પોલીસ સ્ટેશનના વરિષ્ઠ નિરીક્ષક અનિલ ઠાકરેએ જણાવ્યું કે તપાસ ચાલુ છે અને આ કેસમાં યુવાનના ડિપ્રેશન પાછળનું સાચું કારણ શું છે તેને લઈને હવે આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, અને પીડિતના માતા-પિતા સાથે પણ પૂછપરછ ચાલી રહી છે.

મુંબઈ નજીકના ડોમ્બિવલીમાં (Mumbai Metro Suicide News) આવેલા રુણવાલ માય સિટી હાઈ પ્રોફાઇલ કૉમ્પ્લેક્સમાં ગઈ કાલે બે વર્ષની એક બાળકીનું ગળું દબાવીને ૨૯ વર્ષની માતા પૂજા રાહુલ સપકાળે પોતે પણ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરવાની ઘટના પણ બની હતી. આ ઘટનાની જાણ થતાં આસપાસના વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. કોઈકે માનપાડા પોલીસને જાણ કરતાં પોલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચીને મા-દીકરીના મૃતદેહ તાબામાં લીધા હતા અને પોસ્ટમૉર્ટમ કરવા માટે મોકલી આપ્યા હતા. માનપાડા પોલીસના એક અધિકારીના જણાવ્યા મુજબ ફ્લૅટના હૉલમાં બે વર્ષની બાળકીનો તો એ જ હૉલના પંખા સાથે મૃત્યુ પામેલી પૂજા સપકાળનો મૃતદેહ લટકતી હાલતમાં જોવા મળ્યો હતો. પૂજાએ આ પગલું કેમ ભર્યું, તેના પરિવારમાં કોઈ બાબતે ઝઘડો હતો કે તેના પતિથી તે પરેશાન હતી કે શું એ જાણવા પોલીસે મા-દીકરીના આકસ્મિક મૃત્યુનો કેસ નોંધીને તપાસ હાથ ધરી છે. 

 

mumbai metro goregaon suicide mumbai news mumbai