મેટ્રો લાઈન 3ના ઉદ્ઘાટનની તારીખ નક્કી? આ દિવસે મુંબઈ આવી PM મોદી કરશે ઉદ્ઘાટન

19 September, 2024 09:47 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Mumbai Metro Line 3: આ સમગ્ર મેટ્રો કોરિડોર એટલે કે મુંબઈ મેટ્રો લાઈન 3 પર કુલ 27 સ્ટેશન હશે. વિવિધ સ્ટેશનોનું નિર્માણ કાર્ય હજુ પણ ચાલુ છે.

મેટ્રો અને વડા પ્રધાન નરેંદ્ર મોદી (ફાઇલ તસવીર)

શું વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોતે ઑક્ટોબરમાં મુંબઈની બહુપ્રતિક્ષિત મેટ્રો લાઈન 3નું (Mumbai Metro Line 3) ઉદ્ઘાટન કરવા કરશે? તે બાબતે હજી સુધી સસ્પેન્સ બની રહ્યો છે. આ લાઈનનું ઉદ્ઘાટન ક્યારે થશે? મુંબઈગરાઓ લાંબા સમયથી મુંબઈ મેટ્રો લાઈન 3 શરૂ થવાની રાહ જોઈ રહ્યા છે. ઘણી વખત સમયમર્યાદા નક્કી કરવામાં આવી હોવા છતાં, મેટ્રો લાઈન 3 શરૂ થઈ શકી નથી, ક્યારેક ટેકનિકલ કારણોસર તો ક્યારેક અન્ય કોઈ કારણસર લીધે તેના ઉદ્ઘાટનમાં વિલંબ થઈ રહ્યો છે.

તાજેતરમાં, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ (Mumbai Metro Line 3) એક નિવેદનમાં કહ્યું હતું કે આ મહિનાના અંતમાં એટલે કે સપ્ટેમ્બરમાં મુંબઈ મેટ્રો લાઈન 3નું ઉદ્ઘાટન કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. હવે અનેક મીડિયા રિપોર્ટ્સમાં કરવામાં આવી રહેલા દાવાઓ મુજબ મુંબઈગરાઓને મેટ્રો લાઈન 3 શરૂ થવા માટે વધુ થોડી રાહ જોવી પડી શકે છે. એક જાણીતા અખબારના અહેવાલમાં કરાયેલા દાવા મુજબ, મેટ્રો લાઈન 3નું ઉદ્ઘાટન ઑક્ટોબરના પ્રથમ અઠવાડિયામાં કરવામાં આવશે અને તેનું ઉદ્ઘાટન વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોતે કરવાના છે.

એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ચોથી ઓક્ટોબરે પીએમ મોદી (Mumbai Metro Line 3) મુંબઈની મુલાકાતે આવી રહ્યા છે અને તે જ સમયે તેઓ આરે કોલોનીથી મુંબઈ મેટ્રો લાઈન 3ના એક તબક્કાનું ઉદ્ઘાટન કરશે. જોકે હજી સુધી આ વાતની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. આ દિવસે માત્ર મુંબઈ મેટ્રો લાઈન ત્રણ જ નહીં પરંતુ PM મોદી અન્ય ઘણા પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન પણ કરી શકે છે.

આ અંગે સૂત્રોને ટાંકીને લખવામાં આવ્યું છે કે ત્રણથી પાંચ ઑક્ટોબર દરમિયાન PM નરેન્દ્ર મોદી કોઈપણ એક દિવસે વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરી શકે છે, જેમાં મુંબઈ મેટ્રો લાઈન 3ના એક તબક્કાનું ઉદ્ઘાટન, થાણે ક્રીક બ્રિજના એક તબક્કાનું નિર્માણ (Mumbai Metro Line 3) સામેલ હશે. કોરિડોરનું ઉદ્ઘાટન, સમૃદ્ધિ એક્સપ્રેસવેના છેલ્લા તબક્કાનું ઉદ્ઘાટન અને થાણે રિંગ મેટ્રોનો શિલાન્યાસ પણ સામેલ છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ તમામ પ્રોજેક્ટમાં વિવિધ સરકારી એજન્સીઓ સામેલ છે, તેથી બધા ઇચ્છે છે કે સર્વસંમતિથી ચોથી ઓક્ટોબરની તારીખ નક્કી કરવામાં આવે.

તમને જણાવી દઈએ કે, એક્વા લાઈન મેટ્રો, જે આરે-BKC (Mumbai Metro Line 3) વચ્ચે દોડશે, તે કુલ 10 સ્ટેશનો સાથે 12.5 કિમી લાંબી હશે. આ સમગ્ર મેટ્રો કોરિડોર એટલે કે મુંબઈ મેટ્રો લાઈન 3 પર કુલ 27 સ્ટેશન હશે. વિવિધ સ્ટેશનોનું નિર્માણ કાર્ય હજુ પણ ચાલુ છે અને માર્ચ 2025 સુધીમાં આ મેટ્રો લાઈનને સંપૂર્ણ રીતે પૂર્ણ કરવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે.

mumbai metro narendra modi eknath shinde aarey colony bandra kurla complex mumbai news