...તો શું Mumbai Metro 3નું ઉદ્ઘાટન 24 જુલાઇએ નહીં થાય? મુંબઈકર મૂંઝવણમાં

18 July, 2024 12:29 PM IST  |  Mumbai | Rajendra B Aklekar

Mumbai Metro 3: વિનોદ તાવડેએ મિડ-ડેને જણાવ્યું હતું કે, “મેં માત્ર કેન્દ્ર સરકારના હેન્ડલ દ્વારા જે પોસ્ટ કરવામાં આવ્યું હતું તે જ રીપોસ્ટ કર્યું હતું. તે મારી ઓરિજિનલ પોસ્ટ નહોતી."

શેડ પર એક્વા લાઇન ટ્રેન

કેન્દ્ર સરકારના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી પોસ્ટ ડિલીટ કરવામાં આવતા મુંબઈકરોમાં મૂંઝવણ પેદા થઈ છે. આ સાથે જ ભૂતપૂર્વ મંત્રીએ પણ એક્સ પર મેટ્રો લાઇન (Mumbai Metro 3)ના ઉદ્ઘાટનની તારીખ તરીકે 24 જુલાઈનો ઉલ્લેખ કર્યો હતો. 

તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારના હેન્ડલ MyGovIndia દ્વારા સોશિયલ મીડિયા પોસ્ટ ડિલીટ કરી દેવામાં આવી હતી અને આ સાથે જ એક વરિષ્ઠ શાસક પક્ષના રાજકારણીએ ફરીથી પોસ્ટ અને રીટ્વીટ કરીને મુંબઈની પ્રથમ અંડર ગ્રાઉન્ડ મેટ્રો 3ની ઉદ્ઘાટનની તારીખો વિશે મૂંઝવણ વધારી છે. 

MyGovIndia એ મેટ્રો લાઇન (Mumbai Metro 3)ના ઉદ્ઘાટનની તારીખ જુલાઈ 24 તરીકે જાહેર કરી હતી પરંતુ તેની પરથી એ સ્પષ્ટ થતું નથી કે શું આ તારીખ વર્ષ ૨૦૨૪ની જ છે કે કેમ? આ સાથે જ વિનોદ તાવડેની પોસ્ટમાં પણ મેટ્રોની ઉદ્ઘાટન તારીખ તરીકે જુલાઈ 24નો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

૨૪ જુલાઇ તારીખમાં મૂંઝવણ વધી 

MyGovIndia હેન્ડલ પર આ બાબતે (Mumbai Metro 3) એક વિડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો અને જેમાં જણાવાયું હતું કે “નેક્સ્ટ સ્ટોપ? મુંબઈ મેટ્રો! ઓપરેશનલ ફ્રોમ 24 જુલાઈ.” આ રીતેની માહિતી આપતી આ પોસ્ટ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવની આગેવાની હેઠળના ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફર્મેશન ટેક્નોલોજી મંત્રાલયની MyGov પર શેર કરવામાં આવી હતી.

વિનોદ તાવડેની પાછળથી ડિલીટ થયેલી પોસ્ટમાં શું જણાવાયું હતું?

X પર વિનોદ તાવડેની ડિલીટ કરેલી પોસ્ટનો સ્ક્રીનશોટ, X પર કેન્દ્ર સરકારની ડિલીટ કરેલી પોસ્ટનો સ્ક્રીનશોટ

વિનોદ તાવડેની હિન્દીમાં પોસ્ટ કે જે હવે ડિલીટ કરી દેવામાં આવી છે. જેમાં જણાવાયું હતું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદી-જીએ મુંબઈવાસીઓનું જીવન સરળ બનાવવાની ગેરંટી આપી હતી અને તે પૂર્ણ થવા જઈ રહી છે. મુંબઈની પહેલી અંડરગ્રાઉન્ડ મેટ્રો (એક્વા લાઇન) 24 જુલાઈથી શરૂ થઈ રહી છે, જે શહેરની ગતિને નવી ગતિ આપશે.

તમને જણાવી દઈએ કે મુંબાઈગરા શહેરની પ્રથમ અંડર ગ્રાઉન્ડ મેટ્રો એક્વા લાઇન 3 (Mumbai Metro 3)ના ઉદઘાટનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. એ વચ્ચે આવી પોસ્ટે વધુ આતુરતા જન્માવી છે.

સેફટી ટ્રાયલની રાહ જોવાઈ રહી છે?

જોકે, તમને જણાવી દઈએ કે મુંબઈ મેટ્રો લાઇન 3ના અધિકારીઓએ પોસ્ટ પર કોઈ જ પ્રકારની ટિપ્પણી કરી નથી. અત્યારે લેટેસ્ટ અપડેટ અનુસાર મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (MMRCL), જે કોલાબા-બાંદ્રા-SEEPZ મેટ્રો લાઇન 3 (Mumbai Metro 3) ચલાવી રહી છે, તેણે મેટ્રો લાઇન 3ના RDSO ટ્રાયલ પૂર્ણ કરી છે. કમિશનર ઑફ મેટ્રો રેલ સેફ્ટી (CMRS) નિરીક્ષણની રાહ જોઈ રહ્યું છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ટ્રાયલ અને પરીક્ષણો પૂર્ણ થવાની સાથે આરે અને BKC વચ્ચે મેટ્રો લાઇન 3નો પ્રથમ તબક્કો મૂળ રૂપે સપ્ટેમ્બર 2024માં અને બીજો તબક્કો BKCથી કોલાબા વચ્ચે ડિસેમ્બર 2024માં ખોલવાનો હતો.

વિનોદ તાવડેએ શું કહ્યું?

શરૂઆતમાં કરેલી પોસ્ટ અને તારીખો વિશે પૂછતાં, વિનોદ તાવડેએ મિડ-ડેને જણાવ્યું હતું કે, “મેં માત્ર કેન્દ્ર સરકારના હેન્ડલ દ્વારા જે પોસ્ટ કરવામાં આવ્યું હતું તે જ રીપોસ્ટ કર્યું હતું. તે મારી ઓરિજિનલ પોસ્ટ નહોતી."

પોસ્ટ શેર કર્યાનાં દિવસના અંત સુધીમાં તો MyGovIndia હેન્ડલે કોઈ કારણ આપ્યા વિના પોસ્ટને ડિલીટ કરી નાખી હતી. ત્યારબાદ તાવડેએ પણ પોસ્ટનું તેમનું વર્ઝન કાઢી નાખ્યું હતું. 

જાણી લઈએ મેટ્રો લાઇન 3 વિશે

Mumbai Metro 3: તમને જણાવી દઈએ કે મેટ્રો લાઇન ૩ એ એકવાર સંપૂર્ણ રીતે કાર્યરત થઈ ગયા બાદ કોલાબા અને સીપ્ઝ વચ્ચેની આ 33.5-કિમીની લાઇન અંદાજિત દૈનિક 1.7 મિલિયન મુસાફરોની ક્ષમતા પૂરી પાડશે. તે આઠ રેલવે સ્ટેશન, MSRTC બસ ડેપો અને મેટ્રો યલો લાઇન 2B અને બ્લુ લાઇન 1 સાથે જોડાશે. લાઇન પરના 27 સ્ટેશનોમાંથી 26 અંડરગ્રાઉન્ડ હશે.

મેટ્રો લાઈન 3 પ્રોજેક્ટને જાપાન ઈન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી (JICA) દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવ્યું છે અને આ વર્ષે ફેબ્રુઆરીમાં કેન્દ્ર સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલ કુલ પ્રોજેક્ટ ખર્ચમાં R37,276 કરોડનો સુધારો કરવામાં આવ્યો છે, જેમાં ₹21,280 કરોડની JICA લોનનો સમાવેશ થાય છે.

mumbai news mumbai mumbai metro colaba vinod tawde indian government mumbai traffic