મુંબઈ મેટ્રો 3: આરે અને બીકેસી વચ્ચે નવેમ્બરમાં શરૂ થશે ટ્રાયલ રન, જાણો શું છે MMRDAનો પ્લાન

25 October, 2023 06:55 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મુંબઈ મેટ્રો રેલ કૉર્પોરેશન લિમિટેડ (MMRDA)ના એક અધિકારીએ જણાવ્યું હતું કે, અંડરગ્રાઉન્ડ મુંબઈ મેટ્રો 3 (Mumbai Metro 3)નો તબક્કો 1, જેને એક્વા લાઇન તરીકે પણ ઓળખવામાં આવે છે

મેટ્રોની પ્રતીકાત્મક તસવીર

મુંબઈ મેટ્રો રેલ કૉર્પોરેશન લિમિટેડ (MMRDA)ના એક અધિકારીએ જણાવ્યું હતું કે, અંડરગ્રાઉન્ડ મુંબઈ મેટ્રો 3 (Mumbai Metro 3)નો તબક્કો 1, જેને એક્વા લાઇન તરીકે પણ ઓળખવામાં આવે છે, તેનું ટ્રાયલ નવેમ્બરમાં શરૂ થવાનું છે. પ્રથમ તબક્કાનો ટ્રાયલ રન આરેથી બાંદરા કુર્લા કૉમ્પ્લેક્ષ સુધીનો હશે.

એમએમઆરસીના અધિકારીઓના જણાવ્યા અનુસાર, નાના ભાગ પર ટ્રેક નાખવાનું કામ અધૂરું છે. આરે (Aarey)થી BKC સ્ટેશનો વચ્ચેના સમગ્ર તબક્કા 1ના ટ્રાયલ રનને સક્ષમ કરવા માટે ઓવરહેડ પાવર લાઇનને પછી બંને દિશામાં ચાર્જ કરવામાં આવશે.

તેથી, પ્રથમ તબક્કાની કામગીરી જે આ વર્ષે ડિસેમ્બર સુધીમાં શરૂ થવાની હતી તે હવે આવતા વર્ષે વિલંબિત થશે, કારણ કે ટ્રાયલ રન હજુ શરૂ થવાના છે. મુંબઈલાઇવે સૂત્રોએ ટાંકીને જણાવ્યું છે કે પરિણામે BKCથી કોલાબા સુધીની ફેઝ 2 લાઇન, જે પ્રથમ તબક્કાની કામગીરીના છ મહિના પછી શરૂ થવાની હતી, તે અટકાવવામાં આવી છે.

તાજેતરમાં, ઑથોરિટીએ MIDCથી વિદ્યાનગરી મેટ્રો સ્ટેશન અને પાછા SEEPZ સુધીના 17 કિલોમીટરના અંતરને આવરી લેતા પ્રથમ લાંબા અંતરની કસોટી સફળતાપૂર્વક હાથ ધરી હતી. અગાઉ, MMRCએ ઑગસ્ટ 2022થી સારિપુત નગર આરેથી મરોલ વચ્ચે ત્રણ કિલોમીટરના અંતર પર ટ્રાયલ રન હાથ ધર્યું હતું.

વધતાં પ્રદૂષણ વચ્ચે મુંબઈમાં કપાશે 122 વૃક્ષો

બોરીવલીથી થાણેને જોડતી ટ્વીન ટનલ (Borivali-Thane Twin Tunnel) બનાવવાનો પ્રોજેક્ટ ટૂંક જ સમયમાં શરૂ થશે. આ પ્રોજેક્ટને લઈને એક મહત્વના અપડેટ સામે આવી રહ્યા છે કે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના આ પ્રોજેક્ટ માટે સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાનના મુખ્ય વિસ્તાર અને ઇકો-સેન્સિટિવ ઝોનમાંથી 122 વૃક્ષો કાપવામાં આવશે.

સ્ટેટ વાઇલ્ડલાઇફ બોર્ડે મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ)ને મંજૂરી આપતા પ્રસ્તાવને મંજૂરી આપ્યા બાદ આ પ્રોજેક્ટ (Borivali-Thane Twin Tunnel) માટેનો આ વિકાસ કાર્ય હાથ ધરવામાં આવશે. આ વિસ્તારીકરણ જરૂરી માનવામાં આવી રહ્યું છે કારણ કે આ પ્રોજેક્ટ માટે 27 જેટલા ખાડાઓની જરૂર પડશે. આ ખાડાઓ વિસ્ફોટકોનો ઉપયોગ કરીને ડ્રિલ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે મુંબઈ એક જ સમયે થઈ રહેલા અનેક બાંધકામના કારણે વાયુ પ્રદૂષણની કટોકટીનો સામનો કરી રહ્યું છે. આ જ કારણોસર પર્યાવરણવાદીઓ તરફથી વૃક્ષ કાપણીએ લઈને ટીકાઓ કરવામાં આવી રહી છે. 16 ઓક્ટોબર, સોમવારે વન મંત્રી સુધીર મુનગંટીવારની અધ્યક્ષતામાં મળેલી બોર્ડ મીટિંગને ગુપ્ત રાખવામાં આવી હતી.

મળતી માહિતી અનુસાર આ બેઠકના એજન્ડા મુજબ 122 વૃક્ષોમાંથી 68 વૃક્ષોનો ઘેરાવો 60 સેમીથી ઓછો છે અને બાકીના વૃક્ષ 60 સેમીથી વધુનો ઘેરાવો ધરાવે છે. સંરક્ષિત વિસ્તાર અને ESZમાં 15 જેટલા છ ઇંચના ખાડાઓમાટે ડ્રિલિંગ કરવાનું રહેશે. આ પ્રોજેક્ટની કિંમત 18,795.70 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. પ્રાપ્ત માહિતી અનુસાર MMRDAને આમાંથી 2% જમા કરવા માટે કહેવામાં આવ્યું છે. જે રૂ. 379.54 કરોડ છે.

mumbai metro mumbai metropolitan region development authority aarey colony mumbai mumbai news