04 October, 2024 12:22 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
મુંબઈની પહેલી અન્ડરગ્રાઉન્ડ મેટ્રોનો આરેથી બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સનો પહેલો તબક્કો રવિવારથી ચાલુ કરાય એવી શક્યતા છે.
મેટ્રો-૩ના આ ૧૨.૪૪ કિલોમીટરના પહેલા ફેઝમાં કુલ ૧૦ સ્ટેશન આવેલાં છે. પીક-અવર્સમાં એટલે કે સવારના ૮થી ૧૧ વાગ્યા દરમ્યાન અને સાંજના પાંચથી ૮ વાગ્યા દરમ્યાન દર ૬ મિનિટ ૪૦ સેકન્ડના અંતરે એક ટ્રેન દોડાવવામાં આવશે. જ્યારે એ સિવાયના સમયગાળામાં દર ૧૫થી ૨૦ મિનિટે એક ટ્રેન દોડાવવામાં આવશે.
હાલ આઠ કોચની સાત ટ્રેન આ માટે ઉપયોગમાં લેવામાં આવશે જે દિવસની દરેક દિશામાં ૪૮ સર્વિસ આપશે. આમ આખા દિવસમાં કુલ ૯૬ સર્વિસ આપવામાં આવશે. સોમવારથી શુક્રવાર રોજ સવારના ૬.૩૦થી રાતના ૧૦.૩૦ સુધી દોડશે, જ્યારે વીક-એન્ડમાં શનિ-રવિ દરમ્યાન સવારના ૮.૩૦થી રાતના ૧૦.૩૦ દરમ્યાન દોડશે. મિનિમમ ભાડું ૧૦ રૂપિયા અને મેક્સિમમ ભાડું ૫૦ રૂપિયા રાખવામાં આવ્યું છે.