29 September, 2023 12:34 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વીડિયોમાંથી સ્ક્રીનશૉટ
મુંબઈના મુલુંડમાં ગુજરાતી કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી દ્વારા કથિત રીતે ફ્લેટ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે મહિલા રડતી જોવા મળી રહી છે. મહિલાએ કહ્યું કે જ્યારે તેણે પોલીસને ફોન કરવાનો પ્રયાસ કર્યો તો સોસાયટીના અધિકારીઓએ કથિત રીતે તેનો ફોન છીનવી લીધો.
તૃપ્તિ દેવરુખકર નામની મહિલાએ સોશિયલ મીડિયા X (અગાઉનું ટ્વિટર) પર એક વીડિયો પોસ્ટ કર્યો અને લખ્યું, `મુંબઈમાં મરાઠી લોકોને કોઈ મહત્વ આપતું નથી.તેણે જણાવ્યું કે તે મુલુંડ વેસ્ટમાં શિવ સદન નામની બિલ્ડિંગમાં ઓફિસ ફ્લેટ જોવા ગઈ હતી, જેના વિશે તેને ઓનલાઈન ખબર પડી હતી.
રડતાં રડતાં મહિલાએ વધુમાં કહ્યું, `હાઉસિંગ સોસાયટીના સેક્રેટરીએ મને કહ્યું હતું કે મરાઠાઓને ત્યાં જવાની પરવાનગી નથી... જ્યારે મેં તેમને પ્રશ્ન કર્યો અને આવા કોઈ લેખિત નિયમની નકલ માગી તો તેમણે મારી સાથે ઝઘડો શરૂ કર્યો. પોલીસને બોલાવવા માટે જવાનું કહ્યું તો ગેરવર્તન કર્યુ હતું. આ લોકોમાં આટલો ઘમંડ ક્યાંથી આવ્યો? આજે મહારાષ્ટ્રમાં તેઓ મરાઠીઓ સાથે આવું વર્તન કરે છે.`` મહિલાએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે જ્યારે તેણે પોલીસને ફોન કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તે વ્યક્તિએ તેનો ફોન છીનવી લીધો હતો.
મહિલાએ કહ્યું કે એક પણ મરાઠી મારી મદદ કરવા આગળ આવ્યો નથી. તેમણે મુંબઈની હાઉસિંગ સોસાયટીઓમાં ભેદભાવને લઈને ઘણા પ્રશ્નો ઉઠાવ્યા હતા. આ ઘટના પર મરાઠી સમુદાયે પ્રતિક્રિયા આપી છે. તેમણે અન્ય સમુદાયના લોકોને ફ્લેટ આપવાનો ઇનકાર કરવાના અધિકાર પર સવાલ ઉઠાવ્યા છે.
સીએમઓ મહારાષ્ટ્ર, દેવેન્દ્ર ફડણવીસ અને શિવસેના ઉબિટીને ટેગ કરતાં, એક યુઝરે લખ્યું, `શિવ સદન બિલ્ડીંગ, મુલુંડ ડબ્લ્યુ. આ લોકો ક્યાંથી આવે છે જેઓ કહે છે કે મહારાષ્ટ્રમાં મરાઠી લોકોને મંજૂરી નથી. શું @CMOMaharashtra અને @Dev_Fadnavis પોતાને સામાન્ય લોકોની સરકાર ગણાવનારાઓ સામે કોઈ પગલાં લેશે? ખોટા કેસોમાં સમય બગાડવો અને રાજકીય હોર્સ-ટ્રેડિંગ કરવા સિવાય અન્ય બાબતો પણ છે @shivsenaUBT_`