Mumbai Crime: સગીરાના પાડોશીએ 5 વર્ષ સુધી કર્યો બળાત્કાર, હવે 3 મહિનાથી ગર્ભવતી

10 August, 2024 05:36 PM IST  |  Navi Mumbai | Gujarati Mid-day Online Correspondent

નવી મુંબઈ પોલીસે શનિવારે તેની 17 વર્ષની પાડોશી પર વારંવાર બળાત્કાર ગુજારવા અને તેને ગર્ભવતી બનાવવા બદલ એક વ્યક્તિની ધરપકડ કરી હતી. એક અધિકારીએ આ માહિતી આપી.

પ્રતીકાત્મક તસવીર

Mumbai Crime: વાશીના કોપરીગાંવમાં એક યુવતી સાથે વારંવાર દુષ્કર્મ કરવા અને ગર્ભવતી કરવાના આરોપમાં નવી મુંબઈ પોલીસે એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. મહિલા સાથે આરોપી વર્ષ 2020થી દુષ્કર્મ કરી રહ્યો હતો. હકીકતે બન્ને એક જ બિલ્ડિંગમાં રહેતા હતા. પોલીસે આરોપી વિરુદ્ધ POCSO હેઠળ કેસ દાખલ કરી લીધો છે.

નવી મુંબઈ પોલીસે શનિવારે તેની 17 વર્ષની પાડોશી પર વારંવાર બળાત્કાર ગુજારવા અને તેને ગર્ભવતી બનાવવા બદલ એક વ્યક્તિની ધરપકડ કરી હતી. એક અધિકારીએ આ માહિતી આપી.

એપીએમસી પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું કે ફરિયાદના આધારે શુક્રવારે ભારતીય ન્યાયિક સંહિતાની સંબંધિત જોગવાઈઓ અને પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ (POCSO) એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.

2020થી બળાત્કાર ગુજારતો હતો
અધિકારીએ જણાવ્યું કે આરોપી અને યુવતી વાશીના કોપરી ગામમાં સ્થિત એક બિલ્ડિંગમાં રહેતા હતા. આરોપીએ કથિત રીતે 2020 થી તેના ઘરે ઘણી વખત બાળકી પર બળાત્કાર કર્યો હતો. અધિકારીએ જણાવ્યું હતું કે છોકરી ત્રણ મહિનાની ગર્ભવતી હોવાનું જાણવા મળ્યું હતું અને તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

નોંધનીય છે કે આ વર્ષે મે મહિનામાં પોલીસે 40 વર્ષના એક યુવકની ધરપકડ કરી હતી. તેના પર તેની 17 વર્ષની પુત્રી પર કથિત રીતે બળાત્કાર કરવાનો અને તેને ગર્ભવતી કરવાનો આરોપ હતો. પોલીસે જણાવ્યું કે આરોપી હોકર હિસ્ટ્રીશીટર છે અને અગાઉ પણ બળાત્કાર અને ચોરીના કેસમાં તેની ધરપકડ કરવામાં આવી છે. તેને નવેમ્બર 2023 સુધી જેલમાં રાખવામાં આવ્યો હતો અને જામીન મળ્યા બાદથી તે તેની પુત્રી પર બળાત્કાર કરતો હતો.

POCSOના અન્ય કેસ
ભારતમાં રેપ (બળાત્કાર)ની ઘટના સામે હજી પણ ગંભીર ધ્યાન આપવામાં આવતું નથી એવા પુરાવા આપતો ચુકાદો દેશની એક અદાલતે આપી છે. હાલમાં 33 વર્ષ જૂના એક કેસમાં રાજસ્થાન (Sittu vs Rajasthan State case) હાઈ કોર્ટે ચુકાદો આપતા કહ્યું કે છોકરીના અને પોતાના કપડા ઉતારીને સંપૂર્ણપણે નગ્ન થવું તેને બળાત્કાર નહીં માનવમાં આવે. અદાલતે આપેલા આવા ચુકાદાથી દેશભરમાં આક્રોશ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.

દેશમાં બાળલગ્ન પર અદાલતે કડક પ્રતિબંધ મૂક્યો છે. તે જ બાળલગ્ન કરનાર સહિત તેને પ્રોત્સાહન આપનાર વ્યક્તિ સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવે છે. 18 વર્ષની નીચેના છોકરા છોકરીઓના લગ્ન કરવા પર પ્રતિબંધ છે. તેમ છતાં દેશના ગુજરાત અને રાજસ્થાન સહિત અનેક રાજ્યોમાં બાળલગ્નની પ્રથા શરૂ જ છે. તાજેતરમાં ગુજરાતના અમદાવાદથી (Ahmedabad Crime) એવો જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં રાજસ્થાનના એક પરિવારે તેમના દીકરાના લગ્ન માટે એક 15 વર્ષની સગીરાને ખરીદી હતી.

Protection of Children from Sexual Offences Act POCSO navi mumbai mumbai news Crime News sexual crime mumbai crime news vashi