30 November, 2022 08:02 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ઉદ્ધવ ઠાકરે (ફાઇલ તસવીર)
મહારાષ્ટ્રમાં (Maharashtra) રાજનૈતિક ઉથપાથલ (Political Crisis) વચ્ચે પૂર્વ મુખ્યમંત્રી (Former Chief Minister) ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)ની મુશ્કેલીઓ ઘટવાનું નામ જ નથી લઈ રહી. એક તરફ તેમની પાર્ટીના વિધેયક (Party Leader) મુખ્યમંત્રી (Chief Minister) એકનાથ શિંદેના (Eknath Shinde) જૂથ સાથે જોડાતા જાય છે, તો બીજી તરફ તેમના પરિવાર પાસે આવકથી વધારે સંપત્તિ હોવાનો પણ આરોપ મૂકાયો છે.
હકિકતે ઉદ્ઘવ ઠાકરેની (Uddhav Thackeray) પત્ની રશ્મી ઠાકરે (Wife Rashmi Thackeray) અને દીકરા આદિત્ય ઠાકરે તેમજ તેજસ ઠાકરે વિરુદ્ધ બૉમ્બે હાઈકૉર્ટમાં જનહિત અરજી દાખલ કરવામાં આવી અને તપાસ પ્રવર્તન નિદેશાલય અને સીબીઆઇ પાસે કરાવવાની માગ કરાવામાં આવી છે. બૉમ્બે હાઈકૉર્ટમાં દાખલ આ અરજી પર આઠ ડિસેમ્બરના સુનાવણી થશે.
જણાવવાનું કે આ અરજી 38 વર્ષીય ગૌરી અને તેમના પિતા 78 વર્ષીય અજય ભિડે દ્વારા દાખલ કરવામાં આવી છે. ભિડેએ ઈમરજન્સી દરમિયાન શિવસેના સુપ્રીમો બાળ ઠાકરેના સાપ્તાહિક અખબાર છાપ્યા હતા.
આ પણ વાંચો : કન્ટેનર ભરીને ખોખાં કોણે પચાવ્યાં એ એક દિવસ રાજ્યની જનતા સામે આવશે
એક તરફ ઉદ્ધવ ઠાકરે પરિવાર આ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે, તો બીજી તરફ તેમની પાર્ટીના પૂર્વ વિધેયક કૃષ્ણા હેગડે (Krishna Hegde)એ પણ તેમની પાર્ટીનો સાથ છોડીને શિંદે જૂથનો સાથ આપ્યો. આ પહેલા સાંસદ ગજાનન કીર્તિકર (Gajanan Kirtikar)એ પણ આ જ વલણ અપનાવ્યું હતું.