Mumbai: શું બદલાશે બાળકોનો સ્કૂલ ટાઈમ? મહારાષ્ટ્રના રાજ્યપાલે શિક્ષણ વિભાગ પાસે કરી આ માગણીઓ

06 December, 2023 10:37 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Mumbai: મહારાષ્ટ્રના રાજ્યપાલ રમેશ બૈસે કહ્યું હતું કે બાળકોને સંપૂર્ણ ઊંઘ મળે તે માટે શાળાનો સમય બદલાવો જોઈએ. આ દરમિયાન સીએમ એકનાથ શિંદે પણ હાજર હતા.

વિદ્યાર્થીની પ્રતીકાત્મક તસવીર

Mumbai: મહારાષ્ટ્રના રાજ્યપાલ રમેશ બૈસે શાળા શિક્ષણ વિભાગને વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને લઈને આ માંગ કરી છે. બાળકો મોડી રાત સુધી મોબાઈલ ફોનમાં વ્યસ્ત રહેતા હોય છે અને બીજા દિવસે તેઓને સ્કૂલ માટે (School Timings) વહેલા જાગવું પડે છે આ અંગે તેઓએ પોતાનો વિચાર રજૂ કર્યો છે. 

રાજ્યપાલે આ સંદર્ભે કહ્યું હતું કે બાળકોને સંપૂર્ણ ઊંઘ મળે તે માટે શાળાનો સમય (School Timings) બદલવો જોઈએ. રાજ્યપાલે શાળા શિક્ષણ વિભાગની વિવિધ પહેલોને શરૂ કરવા માટે આયોજિત એક કાર્યક્રમમાં આ વાત રજૂ કરી હતી. આ દરમિયાન સીએમ એકનાથ શિંદે અને શાળા શિક્ષણ મંત્રી દીપક કેસરકર પણ હાજર રહ્યાં હતા.

આ સાથે જ રાજ્યપાલે કહ્યું હતું કે દરેકની ઊંઘની પેટર્ન (School Timings) પર અસર થઈ છે અને વિદ્યાર્થીઓ પણ તેનો ભોગ બન્યાં છે. તેમણે કહ્યું કે શિક્ષણ વિભાગ વિદ્યાર્થીઓને તેમના સ્લીપ ક્વોટાને પૂર્ણ કરવામાં મદદ કરી શકે છે. આ સાથે જ રાજ્યપાલે કહ્યું કે શિક્ષણ સામગ્રી મનોરંજક હોવી જોઈએ અને તે પાઠ્યપુસ્તકો સુધી મર્યાદિત ન હોવી જોઈએ.

બાળકોના દફ્તરના બોજને લઈને શું કહ્યું રમેશ બૈસે?

રમેશ બૈસે કહ્યું કે વિદ્યાર્થીઓ મોબાઈલ પર ઘણો સમય વિતાવતા હોવાથી શાળાના સમયમાં (School Timings) ફેરફાર કરવા સૂચવ્યું છે. તેમણે કહ્યું કે પુસ્તકોને ઓડિયો અને વીડિયો સ્વરૂપે ઓનલાઈન કરવા જોઈએ. રાજ્યપાલે પણ રાજ્યની સ્ક્રીનિંગ મૂવમેન્ટની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે પુસ્તકાલયોને પુનર્જીવિત કરવાની આ એક અનોખી પહેલ છે. આ માટે આપણે પુસ્તકાલયોમાં વધુ પુસ્તકો પહોંચાડવા પડશે. તેમણે પુસ્તકાલયોને અપનાવવાની અને માતૃભાષામાં ભણાવવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો.

બાળકોની નોટબુકનો બોજ હળવો કરવા પુસ્તક વિનાની શાળાઓ, ઈ-ક્લાસને પ્રોત્સાહન આપવું જરૂરી છે. શાળાઓને તેમની યોગ્યતા મુજબ રેન્કિંગ આપીને ઈનામો આપવા જોઈએ, જેથી શાળાઓમાં સુધારણા માટેની સ્પર્ધા થશે. 

વિદ્યાર્થીઓ માટે ભણતર આનંદપ્રદ બની રહે તે માટે શિક્ષકોએ તેમને ઓછું હોમવર્ક આપવું જોઈએ, આસાથે જ તેમણે એવું પણ સૂચન કર્યું કે રમતગમત અને અન્ય રચનાત્મક પ્રવૃત્તિઓ પર પણ શાળામાં ભાર મુકાવો જોઈએ. "બાળકોને સાયબર ગુનાઓથી બચાવવા માટે શાળાઓમાં પ્રવચનો અને સત્રોનું આયોજન કરવું જોઈએ," તેમણે એમ ઉમેર્યું હતું.

રાજ્યપાલ અને સીએમ એકનાથ શિંદે (Eknath Shinde)એ સંયુક્ત રીતે શાળા શિક્ષણ વિભાગની `મારી શાળા, સુંદર શાળા`, `સ્ટોરી-ટેલિંગ શનિવાર`, `આનંદદાયક વાંચન`, `એડોપ્ટ સ્કૂલ એક્ટિવિટી`, `માય સ્કૂલ, માય બેકયાર્ડ` અને `સેનિટેશન મોનિટર`ની શરૂઆત કરી હતી. આ વિવિધ પહેલો ઉપરાંત BMC દ્વારા સંચાલિત નવી શાળાની ઇમારતોનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળા શિક્ષણ મંત્રી દીપક કેસરકર, ગ્રામીણ વિકાસ મંત્રી ગિરીશ મહાજન, કૌશલ્ય વિકાસ મંત્રી મંગલપ્રભાત લોઢા, શાળા શિક્ષણ વિભાગના અગ્ર સચિવ રણજીત સિંહ દેઓલ, કમિશનર સૂરજ મંધરે વગેરેએ પોતાની હાજરી આપી હતી.

maharashtra news gujarati medium school mumbai news mumbai Education eknath shinde