ખુદાબક્ષોની ખેર નહીં! વેસ્ટર્ન રેલવેએ માત્ર આઠ કલાકમાં અંધેરી સ્ટેશન પરથી ભેગો કર્યો આટલા લાખનો દંડ

14 December, 2023 03:20 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

પશ્ચિમ રેલવેએ મંગળવારે અંધેરી સ્ટેશન પર ટિકિટ વગર મુસાફરી કરતાં મુસાફરોને પકડવા માટે ટિકિટ ચેકિંગ ડ્રાઇવ (Mumbai Local) હાથ ધરી હતી

લોકલ ટ્રેનની ફાઇલ તસવીર

અંધેરી (Andheri) સ્ટેશન પશ્ચિમ રેલવેના સૌથી વ્યસ્ત (Mumbai Local) સ્ટેશનોમાંનું એક છે. આ સ્ટેશન પરથી ટિકિટ વિના મુસાફરી કરતાં મુસાફરોની સંખ્યા વધુ છે. તેથી પશ્ચિમ રેલવેએ મંગળવારે અંધેરી સ્ટેશન પર ટિકિટ વગર મુસાફરી કરતાં મુસાફરોને પકડવા માટે ટિકિટ ચેકિંગ ડ્રાઇવ (Mumbai Local) હાથ ધરી હતી. આ માટે, અંધેરી સ્ટેશન પર 36 ટિકિટ નિરીક્ષકો અને 10 આરપીએફ અને મહારાષ્ટ્ર સુરક્ષા દળના જવાનો સહિત 46 કર્મચારીઓની એક દળ તહેનાત કરવામાં આવી હતી. પશ્ચિમ રેલવે (Western Railway)એ માત્ર આઠ કલાકમાં 999 ટિકિટ વિના મુસાફરી કરતાં મુસાફરો પર કાર્યવાહી કરીને 2.65 લાખ રૂપિયાની આવક એકત્રિત કરવામાં સફળતા મેળવી છે.

પશ્ચિમ રેલવેમાં ટિકિટ વિના મુસાફરી કરતાં મુસાફરોની સંખ્યામાં વધારો થયો છે. તેથી, 30 સપ્ટેમ્બર 2023ના રોજ પશ્ચિમ રેલવેના દાદર સ્ટેશન પર 195 ટિકિટ નિરીક્ષકો (Mumbai Local) તહેનાત કરવામાં આવ્યા હતા, જેમાં 1,647 જેટલા ટિકિટ વિના મુસાફરી કરતાં મુસાફરો સામે કાર્યવાહી કરવામાં આવી હતી અને 4 લાખ 21 હજાર રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો. ત્યારબાદ 3 ઑક્ટોબર, 2023ના રોજ અંધેરી ખાતે 199 ટિકિટ નિરીક્ષકો દ્વારા 2,693 ટિકિટ વિનાના મુસાફરોને પકડવામાં આવ્યા હતા.

તેમની પાસેથી 7,14,055 રૂપિયાનો દંડ (Mumbai Local) વસૂલવામાં આવ્યો હતો. તેથી, મંગળવારે સવારે 8 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધીમાં, 999 ટિકિટ વિનાના મુસાફરોને પકડવામાં આવ્યા હતા અને 2,65,111 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો, એમ પશ્ચિમ રેલવેના અધિકારીએ જણાવ્યું હતું.

વેસ્ટર્નના પ્રવાસીઓની હાડમારી ઓછી થશે

મુંબઈની લાઇફલા​ઇન ગણાતી લોકલ ટ્રેનમાં રોજ લાખો મુસાફરો પ્રવાસ કરે છે. તેમની મુશ્કેલી કઈ રીતે ઓછી થાય તથા તેમનો પ્રવાસ કઈ રીતે ઝડપી અને સેફ બને એ માટે રેલવે દ્વારા સતત પ્રયાસો થતા રહેતા હોય છે.

વેસ્ટર્ન રેલવેમાં ગોરેગામ અને બોરીવલી વચ્ચે છઠ્ઠી લાઇનનું કામકાજ હાલ પુરજોશમાં ચાલુ છે અને એ કામ એપ્રિલ અથવા મેના અંત સુધીમાં આટોપી લેવાની રેલવેની ગણતરી છે. જો બધું સમુંસૂતરું પાર પડશે તો ચર્ચગેટ-વિરારની ૨૫થી ૩૦ વધુ લોકલ દોડી શકે એમ છે. જો ટ્રેનની સંખ્યા વધશે તો ચોક્કસ પ્રવાસીઓને પણ એનો ફાયદો થશે અને પ્રવાસીઓ વહેંચાઈ જતાં ગિરદીનું પ્રમાણ ઓછું થવાની શક્યતા છે.

હાલ વેસ્ટર્ન રેલવે દ્વારા રોજની ૧૩૯૪ સર્વિસ દોડાવવામાં આવે છે, જેમાં ઍવરેજ ૩૦ લાખ લોકો પ્રવાસ કરે છે. દર ૩-૪ મિનિટે એક લોકલ દોડે છે એટલે લોકલની સંખ્યામાં વધારો કરવો શક્ય નહોતું. હવે જ્યારે પાંચમી અને છઠ્ઠી લાઇન તૈયાર થઈ જશે ત્યારે મેલ-એક્સપ્રેસ ટ્રેનો એના પરથી દોડાવવાની યોજના છે, જેને કારણે ચર્ચગેટ-વિરાર વચ્ચેના ફાસ્ટ ટ્રૅક પર એટલો સમય વધુ મળી શકશે અને એથી એ સમય દરમ્યાન વધુ ટ્રેનો દોડાવી શકાશે. એટલે ઓવરઑલ પ્રવાસીઓને ગિરદીમાં થોડી રાહત મળી શકશે.

andheri western railway mumbai local train mumbai mumbai news maharashtra