27 July, 2024 01:28 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ (તસવીર સૌજન્ય સોશિયલ મીડિયા)
મુંબઈન લાઈફ લાઇન લોકલ ટ્રેનોમાં મુસાફરી ફરતી વખતે અનેક લોકો ટ્રેનના (Mumbai Local Video) દરવાજા પર લટકીને ખતરનાક સ્ટંટ કરવાના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં હોય છે. આવા વીડિયોમાં સ્ટંટ કરનાર વ્યકતી સામે કાર્યવાહી પણ કરવા આવે છે તેમ જ અનેક વખત આ સ્ટંટ જીવલેણો પણ સાબિત થી છે, જેને લીધે રેલવે પ્રશાસન લોકોને આવા સ્ટંટ ન કરવાની વારંવાર વિનંતી પણ કરે છે. જોકે હાલમાં એવા જ લોકલ ટ્રેનમાં ખતરનાક સ્ટંટ કરનારના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
મુંબઈના સેન્ટ્રલ રેલવે લાઇન પર આ ઘટના બની હતી. આ ઘટનાના વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ચાર પાંચ લોકો ટ્રેનના મશીન કોચની બહારના દરવાજા પર લટકીને પ્રવાસ કરી રહ્યા છે. આ દરમિયાન તેમાંથી એક છોકરાએ પોતાનું સંતુલન ગુમાવતાં તે ચાલતી ટ્રેનમાંથી સીધો નીચે પડી ગયો. આ ઘટના સામેના ટ્રેક પરથી એસી ટ્રેનમાં મુસાફરી કરી રહેલા એક પ્રવાસીએ પોતાના કૅમેરામાં કેદ કરી લીધી હતી અને હવે તે સોશિયલ મીડિયા પર વાયરલ (Mumbai Local Video) થઈ રહ્યો છે.
આ વીડિયોને અત્યાર સુધીમાં સાત લાખ કરતાં પણ વધુ લોકોએ જોયો છે અને હવે તેના પર પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે. કેટલાક લોકોનું કહેવું છે કે આ મામલે રેલવે પ્રશાસનની (Mumbai Local Video) ભૂલ છે. તો કોઈ કહે, કમ્પાર્ટમેન્ટના દરવાજે તેને લટકાવવાની શું જરૂરત હતી? જો અમે થોડો સમય રાહ જોઈ હોત તો અમને આગલી ટ્રેનમાં ચડવાની તક મળી હોત. કેટલાક લોકો તેનાથી પણ આગળ વધીને મુંબઈની વધતી વસ્તીને જવાબદાર ગણે છે. તમને લાગે છે કે આ કિસ્સામાં ખરેખર કોણ દોષિત છે?
ટ્રેનમાં મુસાફરી કરતી વખતે ફૂટબોર્ડ પર ઊભા ન રહો` અથવા ચાલતી ટ્રેનની બારી કે દરવાજામાંથી હાથ કે તેના પર લટકો નહીં તેવી સૂચનાઓ વારંવાર આપવામાં આવે છે. ટ્રેનની સ્પીડ ઘણી વધારે હોય છે આવી સ્થિતિમાં, તમે એક જ ફટકાથી નીચે પડી શકો છો. આમ છતાં દરરોજ લાખો મુંબઈગરાઓ લોકલ ટ્રેનના દરવાજા પર લટકીને મુસાફરી કરે છે. ટ્રેનોમાં ભારે ભીડને (Mumbai Local Video) કારણે કેટલાક લોકોની મજબૂરી હોય છે, તો કેટલાક જાણે જોઈએ દરવાજા પર લટકીને પ્રવાસ કરતાં હોય છે. પરંતુ આ કેટલું જોખમી હોઈ શકે છે તેનું હાલમાં બનેલી ઘટનાનો વીડિયો જોઈને સમજી શકાય છે. મુંબઈ લોકલનો આ ભવાયહ વીડિયોમાં બનેલો આ અકસ્માત જોઈને અનેક લોકો ચોંકી ગયા છે. જોકે આ વીડિયોમાં ટ્રેનમાંથી પડી ગયેલો યુવાન કોણ છે અને તેને કેટલી ગંભીર ઈજા થઈ છે તે મામલે રેલવે તરફથી કોઈપણ માહિતી જાહેર કરવામાં આવી નથી.