10 December, 2022 06:02 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
મધ્ય રેલવે (Central Railway) મુંબઈ મંડળમાં ઇજનેરિંગ અને દેખરેખના કાર્યો માટે 5મી અને છઠ્ઠી લાઈનમાં મેગા બ્લૉક (mega block in the 5th and 6th lines) જાહેર કર્યો છે. થાણે કલ્યાણ પાંચમી અને છઠ્ઠી લાઈન (Thane Kalyan`s 5th and 6th lines from 9 am to 1 pm)પર સવારે 9 વાગ્યાથી બપોરે એક વાગ્યા સુધી મેગા બ્લૉક રહેશે.
વસઈ રોડથી સવારે 9.50 વાગ્યે નીકળતી દિવા મેમૂ કોપર પણ શૉર્ટ ટર્મિનેટ થશે અને દિવાથી વસઈ રોડ માટે સવારે 11.30 વાગ્યે જનારી દિવા વસઈ રોડ મેમૂ દિવાને બદલે કોપરથી 11.45 વાગ્યે નીકળશે.
આ અપ મેલ અને એક્સપ્રેસ ટ્રેનોનું થયું ડાયવર્ઝન
11010 પુણે મુંબઈ સિંહગઢ એક્સપ્રેસ, 17611 હજૂર સાહેબ નાંદેડ મુંબઈ રાજ્ય રાણી એક્સપ્રેસ, 12124 પુણે મુંબઈ ડેક્કન ક્વીન, 13201 પટના એલટીટી એક્સપ્રેસ, 17221 કાકીનાડા એલટીટી એક્સપ્રેસ, 12126 પુણે પ્રગતિ એક્સપ્રેસ 22160 ચેન્નઈ મુંબઈ એક્સપ્રેસ, 12168 બનારસ એલટીટી એક્સપ્રેસ, 12321 હાવડા મુંબઈ મેલ, 12812 હટિયા એલટીટી એક્સપ્રેસ અને 11014 કોયમ્બટૂર ડાઉન મેલ/એક્સપ્રેસ ટ્રેનોનું ડાયવર્ઝન, 11029 મુંબઈ કોલ્હાપુર કોયના એક્સપ્રેસ, 11055 LTT ગોરખપુર એક્સપ્રેસ અને 11061 LTT જયનગર એક્સપ્રેસને થાણે અને કલ્યાણ સ્ટેશનો વચ્ચે Dn ફાસ્ટ લાઇન પર ડાયવર્ટ કરવામાં આવશે.
આ પણ વાંચો : બાબાસાહેબ આંબેડકરને લઈને ચંદ્રકાંત પાટિલની ટિપ્પણી થકી મહારાષ્ટ્રમાં વિવાદ
પનવેલ અને કુર્લા વચ્ચે વિશેષ સેવાઓ ચાલશે
સવારે 11.16 થી સાંજના 4.47 વાગ્યા સુધી CSMT/વડાલા રોડથી ઉપડતી વાશી/બેલાપુર/પનવેલ સુધીની તમામ ડાઉન હાર્બર લાઇન સેવાઓ અને સવારે 10.48 વાગ્યાથી સાંજે 4.43 વાગ્યા સુધીની સીએસએમટીથી બાંદ્રા/ગોરેગાંવ જતી તમામ ડાઉન હાર્બર લાઇન સેવાઓ રદ કરવામાં આવશે. સવારે 9.53 વાગ્યાથી બપોરે 3.20 વાગ્યા સુધી પનવેલ/બેલાપુર/વાશીથી સીએસએમટી માટે ઉપડતી હાર્બર લાઇન સેવાઓ અને ગોરેગાંવ/બાંદ્રાથી સીએસએમટી માટે સવારે 10.45 થી સાંજે 5.13 વાગ્યા સુધી ઉપડતી હાર્બર લાઇનની સેવાઓ રદ રહેશે. બ્લૉક સમયગાળા દરમિયાન પનવેલ અને કુર્લા (પ્લેટફોર્મ નંબર 8) વચ્ચે વિશેષ સેવાઓ ચાલશે. હાર્બર લાઇનના મુસાફરોને બ્લોક સમયગાળા દરમિયાન સવારે 10 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મેઇન લાઇન અને પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરી કરવાની છૂટ છે.
આ પણ વાંચો : રિષભ પંત પર કેમ કાળઝાળ થયા હંસલ મેહતા? જાહેરાત ન ચલાવવાની કરી માગ
બોરીવલી ગોરેગાંવ વચ્ચે જમ્બો બ્લૉક
ટ્રેક, સિગ્નલિંગ અને ઓવરહેડ સાધનોની જાળવણી માટે, પશ્ચિમ રેલવેના બોરીવલી અને ગોરેગાંવ સ્ટેશનો વચ્ચે રવિવારે સવારે 10.35 વાગ્યાથી બપોરે 3.35 વાગ્યા સુધી અપ અને ડાઉન સ્લો લાઇન પર 5 કલાકનો જમ્બો બ્લૉક જોવા મળશે. બ્લૉક સમયગાળા દરમિયાન, અપ અને ડાઉન લાઇન પરની તમામ ધીમી ટ્રેનોને ગોરેગાંવ અને બોરીવલી સ્ટેશનો વચ્ચે ફાસ્ટ લાઇન પર ડાયવર્ટ કરવામાં આવશે. બ્લૉકને કારણે કેટલીક લોકલ ટ્રેનો રદ રહેશે. બ્લૉક સમયગાળા દરમિયાન બોરીવલી સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 1, 2, 3 અને 4 પર કોઈ ટ્રેન આવશે નહીં અને ઉપડશે નહીં.