મુંબઈ લોકલ સેવાઓ ફરી ખોરવાઈ, ટ્રેનો બંધ પડતાં પ્રવાસીઓ ટ્રેક પર ચાલવા મજબૂર

31 August, 2024 02:32 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Mumbai Local Train Updates: મુસાફરોને સામાન્ય ટિકિટ અને પાસનો ઉપયોગ કરીને ટ્રાન્સ-હાર્બર લાઇનની ટ્રેનોમાં મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવી હતી.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

મુંબઈ રેલવે ડિવિઝનના સેન્ટ્રલ રેલવેની હાર્બર લાઇન (Mumbai Local Train Updates) પર લોકલ ટ્રેન સેવાઓ શનિવારે સવારે માનખુર્દ અને વાશી રેલવે સ્ટેશન વચ્ચે ખોરવાઈ હતી. આ લાઇનમાં ઓવરહેડ વાયર તૂટી પડતાં લોકલ સેવાઓ અમુક કલાકો સુધી પૂર્ણ પણે થઈ ગઈ હતી. સવારે ભીડના સમયે લોકલ સેવાઓમાં ખામી સર્જાતા ટ્રેનો અને પ્લેટફોર્મ પર પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળતા હાજરો મુસાફરોને અસુવિધા થઈ હતી, અને ટ્રેનો ન અધવચ્ચે રોકાઈ જતાં સેંકડો પ્રવાસીઓએ ટ્રેક પર ચાલીને મુસાફરી કરી હતી, એવી માહિતી રેલવેના  અધિકારીએ આપી હતી.

મધ્ય રેલવેના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ડાઉન વાશી બાઉન્ડ લાઇન પરની ઓવરહેડ વાયર (Mumbai Local Train Updates) વહેલી સવારે લગભગ 7.30 વાગ્યાની આસપાસ તૂટી પડી હતી અને તેને સવારે 9.30 વાગ્યા સુધી તેનું સમારકામ કરીને લોકલ ટ્રેનોની સેવાને ફરીથી શરૂ કરી હતી. જો કે આ રૂટ પર ઓવર હેડ વાયર તૂટી જવાની ઘટનામાં સેવાઓ ઓછામાં ઓછા બે કલાક માટે સંપૂર્ણપણે બંધ પડી ગઈ હતી પણ આ વાયરનું જોડાણ કરી સેવાઓ ફરીથી શરૂ કર્યા બાદ પણ ફરી માર્ગની ટ્રેનો અડધા કલાકથી વધુ મોડીથી દોડી રહી હતી એમ એક પ્રવાસીએ જણાવ્યું હતું.

વાશી નવી મુંબઈમાં રેલવે સ્ટેશન છે, જ્યારે માનખુર્દ મુંબઈમાં (Mumbai Local Train Updates) છે. આ બે સ્ટેશનો વચ્ચેની ખાડી પર બનેલો રેલવે પુલ મુંબઈને તેના સેટેલાઇટ શહેર નવી મુંબઈ સાથે જોડે છે. સેન્ટ્રલ રેલવેના મુંબઈ ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર રજનીશ ગોયલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, "અમને તમને જણાવતા ખેદ થાય છે કે હાર્બર લાઇન પર માનખુર્દ અને વાશી વચ્ચે તૂટેલા ઓવરહેડ ઇક્વિપમેન્ટ (OHE) ને કારણે માર્ગમાં દોડતી લોકલ ટ્રેનની સેવાઓમાં વિક્ષેપ પડી રહ્યો છે." પ્રવક્તાના જણાવ્યા મુજબ, ઓવરહેડ વાયર અને સાધનોના સમારકામ માટે ઉપયોગમાં લેવાતા ટાવર વેગનને સ્થળ પર મોકલવામાં આવ્યા હતા અને સવારે 9.30 વાગ્યા સુધીમાં સમસ્યાને ઉકેલી ટ્રેન સેવાને ફરીથી શરૂ કરવામાં આવી હતી.

OHE માં સમસ્યા નિર્માણ થયાના સમય દરમિયાન, મુસાફરોને સામાન્ય ટિકિટ અને પાસનો ઉપયોગ કરીને ટ્રાન્સ-હાર્બર લાઇનની ટ્રેનોમાં મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવી હતી, એમ પણ ગોયલે જણાવ્યું હતું. હાર્બર લાઇન દક્ષિણ મુંબઈથી મુંબઈના પશ્ચિમ અને પૂર્વ ઉપનગરો સાથે નવી મુંબઈને ઉપનગરીય રેલવે (Mumbai Local Train Updates) કનેક્ટિવિટી પૂરી પાડે છે. આ રૂટ પર દરરોજ લાખો પ્રવાસીઓ લોકલ ટ્રેન સેવાઓનો ઉપયોગ કરી મુસાફરી કરે છે. આ સાથે ઉલ્લેખનીય છે કે મધ્ય રેલવેના આ માર્ગમાં અનેક વખત ટ્રેન સેવાઓ ખોરવાઈ છે અને આજે સવારે ભીડના સમયે પણ ઓવર હેડ વાયર તૂટી પડતાં પ્રવાસીઓની ભારે હાલાકી થઈ હતી તેમ જ સવારથી જ માર્ગની ટ્રેનો મોડી પડતાં બાકીની ટ્રેનોને પણ મોટી અસર થઈ છે.

mumbai local train mumbai trains harbour line mankhurd vashi navi mumbai mumbai news