મુંબઈ લોકલ પ્રવાસીઓનો આખરે ગુસ્સો ફૂટ્યો! રેલવે વિરુદ્ધ હવે આ રીતે કરશે પ્રદર્શન

10 August, 2024 06:33 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Mumbai Local Train Updates: રાજ્ય સરકારે હવે એપ્રિલ 2023 થી મુંબઈના રેલવેના MUTP-IIIA પ્રોજેક્ટ્સ માટે ભંડોળ આપવાનું શરૂ કર્યું છે.

પ્રતીકાત્મક તસવીર (મિડ-ડે)

મુંબઈમાં લોકલ ટ્રેનોમાં ભીડ (Mumbai Local Train Updates) તેમ જ ટ્રેનો રોજે મોડી પાડવાને લઈને પ્રવાસીઓ દ્વારા અનેક વખત રેલવે પ્રશાસન સમક્ષ ફરિયા કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ ફરિયાદો છતાં પ્રવાસીઓની સમસ્યાને અવગણીને પ્રશાસન કોઈપણ ઉલેક લાવવામાં નિષ્ફળ સાબિત થયું છે જેથી હવે પ્રવાસીઓના ગુસ્સાની સીમા ઓળંગી જતાં તેમણે એક જુદા પ્રકારે વિરોધ કરવાનું નક્કી કર્યું છે.

મુંબઈ લોકલ ટ્રેનોના પ્રવાસી સંગઠનોએ 22 ઓગસ્ટના રોજ “સફેદ કપડાં” પહેરી વિરોધ કરવાનું આવાહન કર્યું છે, જેમાં મુંબઈ ઉપનગરીય રેલવે નેટવર્ક પર મુસાફરોને (Mumbai Local Train Updates) ભારે ભીડ અને અસુવિધાનો સામનો કરવો પડે છે તે અંગે તેમની નારાજગી વ્યક્ત કરી હતી. મિડ-ડેના રેપોર્ટર સાથે વાત કરતાં મુંબઈ રેલ પ્રવાસી સંઘના સિદ્ધેશ દેસાઈએ જણાવ્યું હતું કે, "રેલવે વહીવટીતંત્ર લાંબા અંતરની ટ્રેન સેવાઓને પ્રાથમિકતા આપી રહ્યું છે, જેના કારણે તાજેતરના મહિનાઓમાં મુંબઈના રેલ પ્રવાસીઓની મુશ્કેલીઓમાં નોંધપાત્ર વધારો થયો છે." તેમણે તમામ પેસેન્જર જૂથો, સામાજિક સંસ્થાઓ અને રાજકીય નેતાઓને સફેદ વસ્ત્રો પહેરીને અને નિર્ધારિત દિવસે ટ્રેનમાં મુસાફરી કરીને વિરોધમાં જોડાવા અપીલ કરી હતી.

રેલવે અધિકારીઓએ પડકારોને સ્વીકારતા નોંધ્યું કે બાંધકામ હેઠળના નવા કોરિડોર ભીડને દૂર કરવામાં મદદ કરશે. 2023-24 નાણાકીય વર્ષ દરમિયાન, આશરે 241.1 કરોડ મુસાફરોએ મધ્ય અને પશ્ચિમ રેલવે ઉપનગરીય (Mumbai Local Train Updates) વિભાગો પર લોકલ ટ્રેન સેવાઓનો ઉપયોગ કર્યો હતો. "છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ અને કુર્લા સહિત મુંબઈ ઉપનગરીય કોરિડોરમાં ભીડ ઓછી કરવા માટે, ઘણા મોટા પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી છે. તેમાં મુંબઈ અર્બન ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ (MUTP)-II રૂ. 8,087 કરોડના ખર્ચે, રૂ. 10,947 કરોડના ખર્ચના MUTP-III અને રૂ. 33,690 કરોડના ખર્ચના MUTP-IIIAનો સમાવેશ થાય છે, જે તમામનો ઉદ્દેશ્ય મુસાફરોની માગણીઓને પૂર્ણ કરવાનો છે.

જો કે, સંસદીય નોંધમાં હાઇલાઇટ કરવામાં આવ્યું હતું કે મહારાષ્ટ્ર સરકારે 2022-23 સુધી તેની પ્રતિબદ્ધતા મુજબ રેલવેને (Mumbai Local Train Updates) સમયસર જરૂરી ભંડોળ પૂરું પાડ્યું ન હતું, જેના પરિણામે આ પ્રોજેક્ટ્સ પૂર્ણ કરવામાં વિલંબ થયો હતો. રાજ્ય સરકારે હવે એપ્રિલ 2023 થી MUTP-IIIA પ્રોજેક્ટ્સ માટે ભંડોળ આપવાનું શરૂ કર્યું છે. ઉપનગરીય વિસ્તરણ ઉપરાંત, નાયગાંવ અને જુચંદ્ર વચ્ચે વસઈ બાય-પાસ લાઇન (ડબલ લાઇન) ના બાંધકામને મંજૂરી આપવામાં આવી છે, જે 5.73 કિલોમીટરમાં ફેલાયેલી છે જે માટે અંદાજે 175.99 કરોડનો ખર્ચ થવાનો છે. અધિકારીઓએ નોંધ્યું હતું કે ઉપનગરીય નેટવર્ક પર ભાવિ માગણીને પહોંચી વળવા આ કોરિડોરનું વિસ્તરણ એ એક ચાલુ પ્રક્રિયા છે જેનું કામ જલદી પૂર્ણ કરવા માટે પ્રયત્નો ચાલી રહ્યા છે.

mumbai local train central railway western railway mumbai news mumbai transport mumbai