મુંબઈની લોકલ ટ્રેનોને પાટે ચડાવવા માટે પૅસેન્જર અસોસિએશન્સ ઊતર્યાં મેદાનમાં

12 August, 2024 06:41 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

૨૨ ઓગસ્ટના વાઇટ વિરોધ પહેલાં આઠ પૅસેન્જર અસોસિએશને મીટિંગ કરીને સબર્બન ટ્રેનના પ્રવાસીઓની સમસ્યાઓ દૂર કરવા માટે ટ્રાન્સપોર્ટ ફૉર મુંબઈ નામની એક અલાયદી સંસ્થા બનાવવાની માગ કરી છે

શનિવારે યોજાયેલી આઠ પૅસેન્જર અસોસિએશનના પદાધિકારીઓની મીટિંગ.

મુંબઈ, થાણે, વિરાર, દહાણુ અને કોંકણ સહિતના મુંબઈ મેટ્રોપોલિટન રીજન (MMR)નાં આઠ રેલવે પ્રવાસી જૂથોએ શનિવારે એક જૉઇન્ટ મીટિંગ કરી હતી અને તેમણે માગણી કરી છે કે મુંબઈમાં ઉપનગરીય રેલવે-સેવા માટે અલગથી ઑથોરિટી બનાવવામાં આવે. આ ઑથોરિટીને ટ્રાન્સપોર્ટ ઑફ મુંબઈ એવું નામ આપવામાં આવે અને એ ઑથોરિટી માત્ર મુંબઈ અને આસપાસની ઉપનગરીય રેલવે-સર્વિસ પર ધ્યાન આપે.

જે રીતે સબર્બન સેક્શનમાં પ્લાનિંગ માટે મુંબઈ રેલ વિકાસ કૉર્પોરેશન (MRVC) નામની સંસ્થા છે એ જ રીતે એના એક્ઝિક્યુશન માટે પણ એક અલાયદી સંસ્થા હોવી જોઈએ જેથી એ લોકલના પ્રવાસીઓની સમસ્યા પર જ ધ્યાન આપે અને એનું નિરાકરણ કરે એવી માગ પ્રવાસી અસોસિએશનોની છે.

પ્રવાસી સંગઠનો ગુરુવારે બાવીસમી ઑગસ્ટે જે વાઇટવિરોધ પ્રદર્શન કરવાનાં છે એ મુદ્દે તમામ પ્રવાસી સંગઠનોએ બેઠક યોજી હતી અને તેમનો એક જ સૂર હતો કે મુંબઈમાં ઉપનગરીય ટ્રેન-સર્વિસમાં સુધારો કરવામાં આવે. છેલ્લા થોડા સમયથી વેસ્ટર્ન, સેન્ટ્રલ અને હાર્બરની ટ્રેનો કોઈ ને કોઈ કારણસર મોડી ચાલતી હોય છે જેને લીધે પ્રવાસીઓએ હેરાનગતિનો સામનો કરવો પડે છે.

પ્રવાસી સંગઠનોએ ટ્રેનોમાં થતી ભારે ગિરદી અને પ્રવાસીઓને થતી અસુવિધાની સમસ્યાને ઉજાગર કરવા માટે બાવીસમી ઑગસ્ટે આંદોલન કરવાનું આયોજન કર્યું છે, જેમાં લાખો પૅસેન્જરોને એ દિવસે સફેદ કપડાં પહેરીને ટ્રાવેલ કરવાનું આહ્વાન કરવામાં આવ્યું છે.

મુંબઈના સૌથી મોટા અને જૂના રેલવે પૅસેન્જર અસોસિએશન મુંબઈ રેલવે પ્રવાસી સંઘના વાઇસ પ્રેસિડન્ટ સિદ્ધેશ દેસાઈએ આ મુદ્દે કહ્યું હતું કે ‘અમે રેલવે પ્રશાસન, સેન્ટ્રલ રેલવે અને રાજ્ય સરકાર સમક્ષ અમારી વિવિધ માગણી રજૂ કરવાના છીએ. અમારી માગણીમાં મેલ અને એક્સપ્રેસ ટ્રેનોની સરખામણીમાં ઉપનગરીય ટ્રેનોને અગ્રક્રમ આપવો અને રેલવેલાઇનોના એક્સપાન્શનના કામને વેગ આપવાનો છે. જો સર્વિસમાં ક્યારેક બ્રેકડાઉન થાય ત્યારે પ્રવાસીઓને એક અલર્ટ આપવાની સિસ્ટમ થવી જોઈએ જેથી પ્રવાસીઓ તેમના પ્રવાસ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી શકે. આ તમામ માટે રેલવેએ ટ્રાન્સપોર્ટ ઑફ મુંબઈ નામથી એક જૉઇન્ટ ઑથોરિટી બનાવવી જોઈએ જે માત્ર મુંબઈ ઉપનગરીય સર્વિસ પર ધ્યાન આપતી હોય. ઉપનગરીય સર્વિસ માટે અલગ ઑથોરિટી વધારે ફોકસ આપી શકશે.’

આઠ પ્રવાસી સંગઠનો માત્ર ઉપનગરીય રેલવે પ્રવાસીઓની સમસ્યાઓના ઉકેલ માટે સાથે આવ્યાં છે. આ મુદ્દે ફેડરેશન ઑફ સબર્બન રેલવે પૅસેન્જર્સનાં પ્રેસિડન્ટ લતા આર્ગડેએ માગણી કરી હતી કે ‘થાણે અને કલ્યાણ વચ્ચે વધારેપડતી ગિરદીને કારણે મુશ્કેલી સર્જાય છે. રેલવેએ આ વિસ્તાર માટે નૉન-ઍર ક​ન્ડિશન્ડ (AC) લોકલ ટ્રેનો ખરીદવી જોઈએ અને થાણે અને કલ્યાણથી આગળ સુધીની સર્વિસ શરૂ કરવી જોઈએ. ૧૫ ડબ્બાની ટ્રેનો ટિટવાલા અને બદલાપુર સુધી લંબાવવી જોઈએ. કલવા-ઐરોલી રેલવે લિન્કના કામકાજને ઝડપી બનાવવું જોઈએ. દિવા-વસઈ કૉરિડોરને ઘણાં વર્ષો પહેલાં પૅસેન્જર સેક્શન તરીકે માન્યતા મળી હોવાથી અહીં સબર્બન સર્વિસ દોડાવવી જોઈએ.’

રેલવે-અધિકારીઓનું શું કહેવું છે?

રેલવે પ્રવાસીઓની માગણી સંદર્ભે એક રેલવે-અધિકારીએ જણાવ્યું હતું કે ‘મુંબઈમાં રેલવે લાઇનોના એક્સપાન્શનનું કામ ઝડપથી થઈ રહ્યું છે. મુંબઈ ઉપનગરીય કૉરિડોરમાં ભવિષ્યમાં થનારી ગિરદીને ઓછી કરવા માટે ૮૦૮૭ કરોડ રૂપિયાનો મુંબઈ અર્બન ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ-2 (MUTP-II), ૧૦,૯૪૭ કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ MUTP-III અને ૩૩,૬૯૦ કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ MUTP-IIIA મંજૂર થયા છે. આ વિવિધ પ્રોજેક્ટનું કામ અલગ-અલગ તબક્કામાં થઈ રહ્યું છે.’

૨૨ ઑગસ્ટનાવાઇટવિરોધસામેપોલીસેઆપીનોટિસ

રેલવેપોલીસે ૨૨ ઑગસ્ટે વિરોધની જાહેરાત કરનારા પૅસેન્જર અસોસિએશનને નોટિસ ફટકારીને રેલવેની સર્વિસમાં કોઈ બાધા ન પહોંચે એની ખબરદારી રાખવાક હ્યુંછે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે જો પ્રવાસીઓને ટ્રાવેલ કરવામાં કોઈ તકલીફ થશે તો પૅસેન્જર અસોસિએશન્સની સામે કાર્યવાહી કરવામાંઆવશે.

mumbai news mumbai mumbai local train indian railways mumbai trains mumbai traffic mumbai metropolitan region development authority