માહિમ-બાંદરા વચ્ચે લોકલ સેવા ઠપ, દોઢ કલાક બંધ રહી લોકલ ટ્રેન

29 April, 2023 10:10 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

માહિતી મુજબ છત્રપતિ શિવાજી ટર્મિનસથી ગોરેગાંવ જતી ટ્રેન માહિમ સ્ટેશન પાસે સિગ્નલિંગ સિસ્ટમના ફેલ્યોરને કારણે અચાનક થંભી ગઈ હતી

પ્રતીકાત્મક તસવીર

મુંબઈની લાઈફલાઇન લોકલ ટ્રેન (Mumbai Local Train) આજે ફરી એકવાર અટકી ગઈ હતી. માહિતી મુજબ છત્રપતિ શિવાજી ટર્મિનસથી ગોરેગાંવ જતી ટ્રેન માહિમ સ્ટેશન પાસે સિગ્નલિંગ સિસ્ટમના ફેલ્યોરને કારણે અચાનક થંભી ગઈ હતી. લાંબો સમય સુધી ટ્રેન ઊભી રહી ગઈ હતી, જેને પગલે લોકોએ ટ્રેક પર ચાલીને સ્ટેશન પણ પહોંચવાનો વારો આવ્યો હતો. માહિમ અને બાંદરા સ્ટેશન વચ્ચે ટેક્નિકલ ખામીના કારણે હાર્બર લાઇન લગભગ દોઢ કલાક સુધી ઠપ થઈ ગઈ હતી.

રેલવે કંટ્રોલરૂમના અધિકારીએ ગુજરાતી મિડ-ડેને જણાવ્યું હતું કે, “સાંજે 6.15 વાગ્યે માહિમ અને બાંદરા વચ્ચે સિગ્નલિંગ સિસ્ટમમાં ફેલ્યોર થયું હતું, જેને પગલે હાર્બર લાઇન પર લોકલ ટ્રેનો અટકી ગઈ હતી. રેલવે દ્વારા તુરંત જ કામ શરૂ કરવામાં આવ્યું હતું. સાંજે લગભગ ૭.૪૦ વાગ્યે ટ્રેનો ફરી શરૂ થઈ હતી.

આ પણ વાંચો: Thane: ભીવંડીમાં ત્રણ માળની ઇમારત ધરાશાયી, 22 લોકો ફસાયા હોવાની આશંકા

ટ્વીટર યુઝર ઈમરાન શેખે કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં લોકો ટ્રેક પર ઊતરી અને સ્ટેશન તરફ ચાલીને જતાં જોઈ શકાય છે. તેમણે ટ્વીટમાં લખ્યું છે કે, “સાંજે 5:25 ગોરેગાંવ-સીએસએમટી લોકલ ટ્રેન ખાર રોડ બાંદરા સ્ટેશન વચ્ચે અટકી ગઈ છે. રેલવે હેલ્પલાઈન 1512 પર કોલ કર્યો તો તેમણે કહ્યું કે “અમે પોલીસ છીએ અને અમે કોઈ પગલાં લઈ શકતા નથી.” એક કલાકથી વધુ સમયથી લોકો અહીં ફસાયા છે.”

તેમણે શેર કરેલી તસવીરોમાં ટ્રેન ખાર રોડ અને બાંદરા સ્ટેશન વચ્ચે આવેલા બ્રિજ પર અટકી હોવાનું જણાય છે.

mumbai mumbai news mumbai local train