01 March, 2023 10:05 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
મુંબઈમાં લાખો લોકો લોકલ ટ્રેન(Mumbai Local Train) નો ઉપયોગ કરે છે. જેમાંથી કેટલાક લોકો ટિકિટ વગર જ આ સેવાનો ઉપયોગ કરી લેતા હશે એ ધારવું સાચું છે. કારણ કે વહીવટ તંત્રએ આવા ટિકિટ વગર મુસાફરી કરનારા હજારો લોકોને પકડી પાડ્યા છે અને તેમની પાસેથી દંડ વસૂલ કર્યો છે. મધ્ય રેલવે (central railway )વહીવટતંત્રએ ટિકિટ વિના મુસાફરી કરનારા યાત્રીઓ (Ticketless Travellers) વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા અભિયાન શરૂ જ છે. છેલ્લા 10 મહિનામાં 18, 8000 ટિકિટ વિના મુસાફરી કરનારા પ્રવાસીઓની અટકાયત કરી તેમની પાસેથી 100 કરોડ રૂપિયાનો દંડ વસૂલ કર્યો છે. રેલવે પ્રશાસનની વારંવાર ચેતવણી છતાં આ આંકડાઓ સાબિત કરે છે કે મુસાફરો તેમની ચેતવણીને ગંભીરતાથી લેતા નથી.
મધ્ય રેલવે પર ટિકિટ વિના અને અનિયમિત યાત્રાઓ પર અંકુશ લગાવવા માટે ઉપનગરીય મેલ એક્સપ્રેસમાં એક વિશેષ ટિકિટ ચેકિંગ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. એપ્રિલ 2022થી ફેબ્રુઆરી 2023ના સમયગાળા દરમિયાન 18,8000 લોકો ટિકિટ વગર ગેરકાયદે યાત્રા કરતા જોવા મળ્યા છે.
આ પણ વાંચો: મુંબઈકર્સ.! હોળી પહેલા મોંઘવારીનો માર, LPG સિલિન્ડરના ભાવમાં અધધ થયો વધારો
આ સાથે જ એસી લોકલ ટ્રેનમાં ટિકિટ વિના મુસાફરી કરતાં 25,781 યાત્રીઓ પાસેથી 87,43,000 હજાર રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. જ્યારે કે ફર્સ્ટ ક્લાસ કોચમાં ટિકિટ વગર મુસાફરી કરવાના 1.45 લાખ મામલાઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે, જેમની પાસેથી આશરે 5.5 કરોડનો દંડ વસૂલવામાં આવ્યો છે.
આ પહેલા નાણાકિય વર્ષ 2019-2020માં સૌથી વધુ દંડ મુંબઈ મંડળને લગાવાયો હતો. તે સમયે 15.73 લાખ મામલાઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી અને દંડ રૂપે 76.82 કરોડ રૂપિયા વસૂલવામાં આવ્યાં હતાં.